રાજકોટ આવતીકાલે ઉતરાયણનો તહેવાર છે. ત્યારે ઉત્તરાયણ 2023ને લઇ તહેવારના દિવસો દરમિયાન ચાઈનીઝ દોરીનો રાજ્યમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે ઉપયોગ થતો હોય છે. પોતાનો પતંગ સારો ચગે અને બીજા પતંગોના પેચ કાપે એવા મનસૂબાથી લોકો ચાઈનીઝ દોરીથી પતંગ ઉડાવતા હોય છે. જેના કારણે આ ચાઈનીઝ દોરી ઘણીવાર અન્ય લોકો માટે જીવલેણ સાબિત થાય છે. ત્યારે આ મુદ્દે જનજાગૃતિ હોવી આવશ્યક છે કે ચાઇનીઝ દોરી જીવલેણ છે.
ગુજરાતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લોકો ઉત્તરાયણ પર્વના ઉત્સાહમાં આ ચાઇનીઝ દોરી ગેરકાયદેસર રીતે મેળવીને તેના વડે પતંગ ઉડાવતા હોય છે. જેને લઈને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માટે રાજકોટ પોલીસ દ્વારા એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આજકાલના દિવસોમાં માધ્યમોમાં સતત આવા બનાવો નોંધાઇ રહ્યાં છે. ચાઇનીઝ દોરીથી પશુપક્ષીઓ તો મોટી સંખ્યામાં ઇજાગ્રસ્ત થાય છે કે મરણ પણ પામે છે. તો માનવોને પણ તેનો ભોગ બનવાના કેસ સામે આવી રહ્યાં છે. ચાઇનીઝ દોરીના આવા જોખમોને લઇને રાજ્ય સરકારે તેનો ઉપયોગ પ્રતિબંધિત કરેલો છે.
આ પણ વાંચો નડીયાદમાં મિત્રને મળવા આવેલા યુવકે ગુમાવ્યો જીવ, પતંગની દોરીથી કપાયું ગળું
રાજકોટ પોલીસનો અનોખો પ્રયોગ આ સંભવિત જોખમો સામે રાજકોટવાસીઓને જાગૃત1 કરવા રાજકોટના બે ડિવિઝન પોલીસ મથક દ્વારા પોતાના વિસ્તારમાં બે પોલીસ વેન દોડાવવામાં આવી રહી છે. જેમાં ચાઈનીઝ દોરી અને તુકકલના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધના બેનર્સ લગાડવામાં આવ્યા છે. જ્યારે બી ડિવિઝન પોલીસ પથકના પીઆઇ બારોટની ઓડિયો ક્લિપ આ વાન દ્વારા સંભળાવવામાં આવી રહી છે. જેમાં પીઆઈ બારોટ ચાઈનીઝ દોરીના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધની માહિતી આપી રહ્યા છે. આ સાથે જ પ્રતિબંધિત વસ્તુઓના ઉપયોગ કરવા પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પણ તેઓ જણાવી રહ્યા છે.
આ પણ વાંચો ચાઈનીઝ દોરી વેચતાં 10 વિક્રેતાઓની કરાઇ ધરપકડ, પોલીસે આપ્યો સંદેશ
ચાર દિવસ પહેલાં બે વાન વિસ્તારમાં શરૂ કરી આ અંગે બી ડિવિઝન વિસ્તારના પીઆઇ આર.જી.બારોટે ETV BHARATને જણાવ્યું હતુંકે રાજકોટમાં લોકો ચાઇનીઝ દોરીનો લોકો ઉપયોગ ન કરે વેપારીઓ પણ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન કરે તે માટે વિસ્તારમાં બે પોલીસવેનમાં મારો વોઇસ રેકોર્ડિંગ આપી મકરસંક્રાંતિ સાવચેતી અને સલામતીથી ઉજવવા અને લોકોને પક્ષીને હાનિ ન પહોંચે તેવી ચાઇનીઝ વસ્તુંનો ઉપયોગ નહીં કરવાની અપીલ કરી છે. જ્યારે આ વાનમાં બેનર્સ પણ લગાડ્યા છે. વિસ્તારમાં વેન ફરતી કરી એના આજે ચાર દિવસ થયા છે.