રાજકોટ સેવા સંસ્થા કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમના (Shri Kathiawar Nirashrit Balashram) માતા-પિતાથી વંચિત એવા બાળકને આજે રાજકોટના દંપતી દ્વારા દત્તક વિધાન મુજબ કાયદાકીય રીતે દત્તક લેવામાં આવ્યુ છે. આ બાળકને કલેક્ટરના હસ્તે તેમના દત્તક માતા-પિતાને સોંપવામાં આવ્યુ હતુ. બાળકને પરિવાર (Rajkot Collector) મળતાં કલેકટર, સંસ્થાના ટ્રસ્ટીઓ, કર્મીઓ સર્વેએ આનંદની લાગણી વ્યક્ત હતી. અને બાળકોને (Child Adoption case Rajkot) ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે તેમના માતા-પિતાને સોંપ્યા હતા.
દેશ-વિદેશમાં દત્તક લેવામાં આવ્યા દેશ વિદેશમાં 750 બાળકો દત્તક(Rajkot child adopted) અપાયા કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ (Shri Kathiawar Nirashrit Balashram) રાજકોટના આશરે 750 જેટલા બાળકો હાલ સુધીમાં દેશ-વિદેશમાં દત્તક લેવામાં આવ્યા છે. દત્તક વિધાનની નવી પ્રક્રિયા પ્રમાણે કોર્ટના બદલે કલેક્ટર દ્વારા દત્તક આપવા માટેનો ઓર્ડર કરવામાં આવે છે. જે અનુસાર આજે રાજકોટ જિલ્લામાં ત્રીજુ બાળક જિલ્લા બાળ સુરક્ષા એકમ અને સમાજ સુરક્ષા અધિકારીની મદદથી પોતાના ઘરે પહોંચી શકયુ છે. પરિવાર સાથેના મેળાપના શુભ પ્રસંગે કલેક્ટર અરૂણ મહેશ બાબુએ (Rajkot Collector Mahesh babu) બાળકને દત્તક લેનાર માતા-પિતાને શુભેચ્છાઓ આપી બાળક દ્વારા તેમના પરિવારમાં આવનારી ખુશાલી અને તેમના થકી બાળકોના ઉજ્વળ ભવિષ્ય વિશેની કામના વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો સુરતની સરકારી હોસ્પિટલોમાં એક વર્ષમાં 31% બાળકો કુપોષિત જન્મ્યા
સમાજને આદર્શ રાહ દંપતિએ બાળકને દત્તક લઇ સમાજને આદર્શ રાહ ચીંધ્યો સમાજમાં હાલની પરિસ્થિતિમાં જોવા મળતી વંધ્યત્વની બીમારીને લીધે પોતાના બાળકની આશાએ ઘણીવાર દંપતિઓ અંધશ્રદ્ધાના માર્ગે પણ વળી જતા હોય છે. ત્યારે આ દંપતિને એક દીકરી હોવા છતાં આ બાળકને દત્તક લઇ સમાજને એક આદર્શ રાહ ચીંધ્યો છે. અન્ય દંપતિઓ પણ આ આદર્શ માર્ગ પર પોતાના ભવિષ્યની કેડી કંડારી એક માતા-પિતા વિહીન બાળકને પોતાનો સહારો આપી શકે છે. અને એ બાળકના જીવનને તેમજ પોતાના પરિવારને પણ સુખમય બનાવી શકે છે. ઘણીવાર દત્તક લેવા ઇચ્છતા દંપતિઓમાં દત્તકવિધાનની પ્રક્રિયા વિશે સ્પષ્ટતાપૂર્વકની સમજણ ન હોવાને કારણે તકલીફો પણ જાણવા મળી છે.
બાળક દત્તક લેવાની પ્રક્રિયા શુ છે? જે કોઇ દંપતી બાળકને દત્તક લેવા ઇચ્છતું હોય તે દંપતિએ સૌપ્રથમ www.cara.nic.in સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેમાં પાનકાર્ડ, આધારકાર્ડ, મેરેજ સર્ટિફિકેટ, મેડિકલ રિપોર્ટ, ઇન્કમટેક્સ રિટર્ન, પોલીસ ક્લીયરન્સ અને બંનેનો ફોટો અપલોડ કરવાના હોય છે. ત્યારબાદ દંપતીને દીકરો કે દીકરી અંગેની પસંદગી માટે પણ તેમાં ઓપ્શન આપવામાં આવેલ હોય છે.
આ પણ વાંચો ખાનગી શાળાઓને પણ ટક્કર મારે એવી પ્રાથમીક શાળા, બાળ અભ્યારણ છે ખાસ
સાઇટ પર જ બાળકને દત્તક લેવા માટેના કોઈપણ ત્રણ રાજ્યની પસંદગી અને સંસ્થાની પસંદગી પણ કરવામાં આવે છે. આ રજિસ્ટ્રેશન બાદ સાઇટ દ્વારા જ પતિ-પત્નીના ઉંમરના સરવાળાના આધારે તેમને કેટલા વર્ષ સુધીનું બાળક દત્તક લઇ શકાય છે. તેના વિશેની માહિતી આપવામાં આવે છે. સાઇટ પર દંપતી ટ્વીન કે સિંગલ બાળક અંગેની પોતાની પ્રાથમિકતા પણ જણાવી શકે છે. આ આધારે દંપતીને અનુરૂપ બાળકો વિશે જણાવવામાં આવે છે. જેમાંથી દંપતી બાળકની પસંદગી કરી શકે છે.
બાળક દત્તક કોણ લઈ શકે છે? કોઈ પણ દંપતિ પોતાના ત્રણ બાળકો સુધી અન્ય બાળકને દત્તક લઈ શકે છે. જો દંપતીને પોતાના ત્રણ બાળકો હોય તો તે ચોથા બાળકને દત્તક લઈ શકે નહીં. આમ, દત્તકવિધાન વિશેની સાચી સમજ એક કરને પારણું ઝુલાવવાનો અવસર અને એક બાળકને માતા-પિતાની છત્રછાયા મેળવવાની પ્રક્રિયાનો સમન્વય થઇ પરિવારને ખુશી આપવા માટેનું માધ્યમ બની શકે છે.