ETV Bharat / state

Rajkot News : રંગીલા શહેરનો નઝારો બદલાયો, ગુજરાતના પહેલા નંબરના બ્રિજને ખુલ્લો મૂક્તા ટ્રાફિક થશે હળવો - રાજકોટ ગોંડલ હાઈવે બ્રિજ

રાજકોટની ગોંડલ ચોકડી પર ટ્રાફિક સમસ્યા હલ કરવા મુખ્યપ્રધાને સિક્સલેન બ્રિજનું લોકાર્પણ કરી ખુલ્લો મૂક્યો છે. આ બ્રિજની ડિઝાઈન અને કામગીરીને લઈને ગુજરાતનો પહેલો અને દેશનો ત્રીજા નંબરનો ગણવામાં આવે છે. ત્યારે હવે લોકોની ટ્રાફિક સમસ્યા હલ થતી જણાશે.

Rajkot News : રંગીલા શહેરનો નઝારો બદલાયો, ગુજરાતના પહેલા નંબરના બ્રિજને ખુલ્લો મૂક્તા ટ્રાફિક થશે હળવી

author img

By

Published : Mar 6, 2023, 10:53 AM IST

Updated : Mar 6, 2023, 10:59 AM IST

રાજકોટમાં નવનિર્મિત 1.20 કિમી લંબાઈ ધરાવતા સિક્સલેન ઓવરબ્રિજને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો

રાજકોટ : શહેરમાં આવેલ અમદાવાદ, પોરબંદર, સોમનાથ, જૂનાગઢ સાથે જોડતા રાજકોટ, ગોંડલ, જેતપુર નેશનલ હાઇવે પર આવેલા ગોંડલ ચોક ખાતે એક ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ બ્રિજ ગુજરાતનો પ્રથમ સિંગલ પિલર એટલે કે એક જ થાંભલા પર અને તે પણ ત્રણ તરફ ખૂલતો 1.20 કિમી લાંબા સિક્સલેન ઓવરબ્રિજનું બનાવવામાં આવ્યો છે.

ત્રીજા નંબરનો બ્રિજ
ત્રીજા નંબરનો બ્રિજ

ત્રણ બ્રિજની ભેટ : વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકોટને અલગ-અલગ એમ ત્રણ બ્રિજની ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી હતી. આ બાબતે તાજેતરમાં થોડા સમય પૂર્વે શહેરના કાલાવડ રોડ પર જડુસ ચોક ખાતે ઓવરબ્રિજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મૂક્યો છે, ત્યારબાદ આજે રાજકોટ ગોંડલ હાઇવે પર ગોંડલ ચોક ખાતે 1.20 કિમી લંબાઈ ધરાવતા સિક્સલેન ઓવરબ્રિજને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે.

1.20 કિમી લંબાઈ ધરાવતો સિક્સલેન ઓવરબ્રિજ

90 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો બ્રિજ : વર્ષ 2018માં આ બ્રિજ બનાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ ગુજરાતનો પ્રથમ સિંગલ પિલર એટલે કે એક જ થાંભલા પર સિક્સ લેન અને તે પણ ત્રણ તરફ ખૂલતો બ્રિજ બનાવવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહી બે વર્ષમાં કામ પૂર્ણ કરવાની વાત કરવામાં આવી હતી, પરંતુ એજન્સી દ્વારા કામ ન થતાં અધુરૂ મૂકી દેવામાં આવ્યું હતું. બાદમાં અન્ય એજન્સીને કામ આપવામાં આવ્યું અને અંતે 5 વર્ષ બાદ કામ પૂર્ણ થતાં 90 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આ બ્રિજને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવનાર છે.

ટ્રાફિક સમસ્યા હલ થશે
ટ્રાફિક સમસ્યા હલ થશે

ટ્રાફિક સમસ્યાનો હલ : આ બ્રિજ બનાવનાર એજન્સીએ પોતે જ 10 વર્ષ સુધી તેની સંભાળ રાખવાની રહેશે. સિક્સ લેન ધરાવતો આ ફ્લાય ઓવરબ્રિજ રાજકોટને જૂનાગઢ અને સોમનાથ સાથે જોડતો મહત્ત્વપૂર્ણ માર્ગ પરનો એક છે. જ્યારે હવે મહત્વના ટ્રાફિક પોઇન્ટ ગોંડલ ચોકડી પર ટ્રાફિકની સમસ્યા હલ થશે. આ ઉપરાંત શાપર ઔદ્યોગિક વિસ્તારના વાહન ચાલકોને સુવિધા રૂપ પુરવાર થશે.

આ પણ વાંચો : Rajkot News : મનપાની વધુ એક બેદરકારી, બ્રિજમાં તિરાડો અને ગાબડા પડ્યા છતાં ચાલુ

દેશનો ત્રીજા નંબરનો બ્રિજ : ગુજરાતનો પહેલો અને દેશનો ત્રીજો બ્રિજ સિંગલ પિલર એટલે કે એક જ થાંભલા પર છ લેન છે. આ પ્રકારની ડિઝાઈનને કારણે જગ્યા તેમજ મટિરિયલની બચત થાય છે. જ્યારે બ્રિજની મજબૂતાઈ પણ વધે છે. જેમાં કૌશલ્યની વધુ જરૂર પડે છે. ઉલ્લેખનીય છે કે આ બ્રિજ રાજ્યમાં સૌથી અલગ તરી આવશે.

ગુજરાતનો પહેલો અને દેશનો ત્રીજા નંબર બ્રિજ

આ પણ વાંચો : Bridge Collapse: નેશનલ હાઇવે પર બ્રિજ બનતા પહેલા ધરાશાયી, અધિકારીઓએ સેવ્યું મૌન

રમેશ ધડુકનું નિવેદન : અહીંયા ગોંડલ રોડ ચોકડી ઉપર ભારે ટ્રાફિકની સમસ્યા ઉદભવતી હતી. જેમાં કેટલીક વખત તો વાહન ચાલકો એક-એક કલાક સુધી ફસાઈ ગયા હોવાના પણ બનાવો બન્યા હતા અને આહી લાંબી લાઈનો પણ લગતી હતી જેનાથી લોકો ખૂબ જ હેરાન થતાં હતા. નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે ઓવરબ્રિજ બનાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. જે સુવિધા વધતાં લોકોનો સામે પણ બરબાદ નહીં થાય અને સુવિધા પણ સારી મળશે તેવું પણ પોરબંદર સાંસદ રમેશ ધડુકે જણાવ્યું છે.

Last Updated : Mar 6, 2023, 10:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.