ETV Bharat / state

રાજકોટમાં નકલી વિદેશી દારૂ બનવાનું કારખાનું ઝડપાયું, PI સસ્પેન્ડ - PI KM Chaudhary suspended

રાજકોટના નવા ગામ ખાતે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડીને નકલી વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું (case of fake foreign liquor being made in Rajkot) હતું. જે મામલે હવે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કુવાડવા પોલીસ મથક પોલીસ ઈન્સ્પેક્ટર કે.એમ.ચૌધરીને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા (PI KM Chaudhary suspended) છે.

PI was suspended
PI was suspended
author img

By

Published : Jan 10, 2023, 7:36 AM IST

રાજકોટઃ તાજેતરમાં જ રાજકોટના નવા ગામ ખાતે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડીને નકલી વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું(case of fake foreign liquor being made in Rajkot) હતું. જે મામલે હવે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કુવાડવા પોલીસ મથક પોલીસ ઈન્સ્પેક્ટર કે.એમ.ચૌધરીને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા( PI KM Chaudhary was suspended) છે. પોલીસ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવતા રાજકોટ પોલીસ કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં છારાનગરમાં દેશી દારૂની ફેકટરી ઝડપાઈ, PI અને PSI સસ્પેન્ડ

નકલી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઇ હતી: સમગ્ર ઘટનાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના નવાગામ ખાતે દરોડો પાડી વિદેશી દારૂની 150 પેટી કબ્જે કરી બે શખ્સોની અટકાયત કરી હતી. રાજકોટની ભાગોળે નવાગામમાંથી દારૂનું આખે આખુ ગોડાઉન પકડાતા ખળભળાટ સર્જાયો હતો. આ સાથે ગોડાઉનમાં કેમિકલ જથ્થો પણ મળી આવતા FSLની મદદ લઇ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નકલી દારૂ બનાવતા હોવાનું પણ સામે આવ્યું હતું. ત્યારબાદ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ચોરીના પ્રકરણમાં બેદરકારી દાખવાને લઈને પલસાણાના PSI સસ્પેન્ડ

વિદેશી દારૂનો ટ્રક પણ ઝડપાયો હતો: જ્યારે નવાગામ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા નકલી વિદેશી ફેક્ટરી ઝડપી પાડ્યા બાદ થોડા દિવસો પછી ફરી રાજકોટના એરપોર્ટ રોડ પોલીસ મથક વિસ્તારમાં પણ દરોડો પાડ્યો હતો અને એક વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જેબો જ વિદેશી દારૂનો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો તેની ગણતરીના જ કલાકોમાં એરપોર્ટ પોલીસ દ્વારા પણ એક વિદેશી દારૂનો ટ્રક ઝડપી પાડવામાં આવ્યો હતો, એમ એક જ દિવસમાં બે બે વિદેશી દારૂના ટ્રક રાજકોટમાંથી ઝડપવાની ઘટના બની હતી. જે મામલે પણ પોલીસ કમિશનર દ્વારા આગામી દિવસોમાં કાર્યવાહી કરે તેવી શક્યતાઓ છે.

આવી જ એક બીજી ઘટના:

રેન્જ IGના આદેશથી દારૂકાંડમાં સંડોવાયેલા PIને કરાયા સસ્પેન્ડ: અરવલ્લી પોલીસ તંત્રમાં ખળભળાટ મચાવનાર એલ.સી.બી દારૂકાંડમાં PI આર.કે.પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રેન્જ IG અભય ચુડાસમાના આદેશના પગલે દારૂકાંડમાં સંડોવાયેલા PI આર.કે.પરમારને સસ્પેન્ડ કરવાનો આદેશ કરતા પોલીસબેડામાં ચકચાર મચી છે.ઉલ્લેખનિય છે કે, LCBઓફીસમાંથી દારૂ મળી આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.