લોકસભાની ચૂંટણી જાહેરતા બાદ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે રાજકોટમાં લોકસભાની ચૂંટણી દરમિયાન ઓડિયો-વીડિયો ક્લીપનું રાજકારણ રમાઈ રહ્યું છે. ગઈકાલે રાજકોટ જિલ્લામાં કેબિનેટ પ્રધાન કુંવરજી બાવડિયાને લોકો પ્રશ્ન પૂછતાં હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યારબાદ આજે રાજકોટ ભજોના ઉમેદવાર મોહન કુંડારિયા દ્વારા ભાજપને 70થી 75 ટકા મત મળે તે માટે રાજકોટ જિલ્લા પંચાયતના કોંગી સભ્ય નાનુભાઈ ડોડીયાને ધમકી ભર્યો ફોન કરવાનો ઓડિયો વાઈરલ થયો છે.
આ મામલે હાલ રાજકોટમાં રાજકારણ ફરી એકવાર ગરમાયુ છે. જેને લઈને Etv ભારત દ્વારા જિલ્લા પંચાયતના સભ્ય નાનું ડોડીયા સાથે ખાસ વાતચીત કરાઈ હતી.