ETV Bharat / state

Board Exams 2023 : રાજકોટમાં મનોવિજ્ઞાનીઓએ ટિપ્સ આપી, બોર્ડની પરીક્ષાને લઈને 45000થી વધુ લોકોનું કાઉન્સેલિંગ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા પરીક્ષામાં તણાવ અનુભવતાં હોય તેમના માટે કાઉન્સિલિંગ હાથ ધરાયું હતું. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ કાઉન્સિલિંગનું આયોજન થયું હતું. જેમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકોએ શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને વિવિધ માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

Board Exams 2023 : રાજકોટમાં મનોવિજ્ઞાનીઓએ ટિપ્સ આપી, બોર્ડની પરીક્ષાને લઈને 45000થી વધુ લોકોનું કાઉન્સેલિંગ
Board Exams 2023 : રાજકોટમાં મનોવિજ્ઞાનીઓએ ટિપ્સ આપી, બોર્ડની પરીક્ષાને લઈને 45000થી વધુ લોકોનું કાઉન્સેલિંગ
author img

By

Published : Mar 11, 2023, 6:14 PM IST

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ કાઉન્સિલિંગનું આયોજન થયું

રાજકોટ : આગામી દિવસોમાં રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા છે. ત્યારે બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં ઘણી બધી મૂંઝવણ જોવા મળતી હોય છે. તેમજ અમુક વાર પરીક્ષાના કારણે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ પણ પણ બગડતી હોય છે. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખાસ કાઉન્સિલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો રાજકોટ જિલ્લાની શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને વિવિધ માર્ગદર્શન પૂરું પાડ્યું છે.

કોરોનાના કારણે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શક્યા નહોતા : આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો યોગેશ જોગેશણે ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખાસ કરીને ગયા વર્ષે કોરોનાના કારણે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા ઘણા વિદ્યાર્થીઓ આપી શક્યા નહોતા. જેના કારણે તેઓ આ વખતે ધોરણ 12ની બોર્ડની એક્ઝામ પ્રથમ વાર તે આપવાના હતા. ત્યારે તેમનામાં પરીક્ષાનું સ્ટ્રેસઅને તેમના ચિંતાનું પ્રમાણ વધારે હોય તે સ્વાભાવિક પણે જોવા મળતું હોય છે. જ્યારે આવી જ રીતે ધોરણ 10માં પ્રથમ વખત બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં પણ આજકાલ ચિંતાનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે. જેને લઇને મનોવિજ્ઞાન ભવનની સમગ્ર ટીમ દ્વારા વિવિધ શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી તેમજ આ શાળામાં વિદ્યાર્થીઓ તેમના વાલીઓ અને શિક્ષકોનું પણ મહદ અંશે મનોવૈજ્ઞાનિક પધ્ધતિ વડે કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો Board Exam: ધોરણ 12ના વિધાર્થીઓની અગ્નિ પરીક્ષા, કોરોનામાં ધોરણ 10માં મળ્યું હતું માસ પ્રમોશન

માતાપિતા અને પરિવારનું ટોર્ચર વધારે જોવા મળ્યું : ડો. યોગેશ જોગેશણે વધુમાં જણાવ્યું હતું કે અમારી ટીમ દ્વારા જ્યારે વિદ્યાર્થીઓનું કાઉન્સરીંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે મુખ્યત્વે બે પ્રશ્નો સૌથી વધારે સામે આવ્યા હતા કે, વિદ્યાર્થીઓને વાંચેલું યાદ રહેતું નથી. બીજો કે તેમના પરિવારજનો અને માતાપિતા દ્વારા તેમને બોર્ડની પરીક્ષા માટે વધારે ટોર્ચર આપવામાં આવે છે. જ્યારે અમે આ વિદ્યાર્થીઓના પ્રશ્નોને મનોવિજ્ઞાનિક ઢબ દ્વારા દૂર કરવાના પ્રયત્નો કર્યા હતા. મુખ્યત્વે મનોવિજ્ઞાનમાં PQSRT નામની એક ખાસ પદ્ધતિ છે. જેના દ્વારા વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે કે આ પદ્ધતિ મુજબ તમે વાંચન કરો, જ્યારે બીજી પદ્ધતિએ હોય છે કે તમે પૂરેપૂરું વાંચન કરવું અથવા તો વિભાગ પદ્ધતિ અપનાવીને વાંચન કરવું. આવી અલગ અલગ યાદશક્તિ માટેની ટીપ્સ મનોવૈજ્ઞાનિકો દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી હોય છે.

આ પણ વાંચો Board Exam: બોર્ડની પરીક્ષા અંગે ચિંતામાં રહેનારા વિદ્યાર્થીઓ અને વાલીઓને મનોચિકિત્સકે આપી ટિપ્સ

કલર થેરાપી અને ફૂડ થેરાપી પણ વિદ્યાર્થીઓને અપાઈ : જ્યારે વિદ્યાર્થીઓએ વાંચ્યા બાદ યાદ રાખવા માટે મનન પદ્ધતિ છે તેનો કેવી રીતે ઉપયોગ કરવામાં કરવો તે પણ વિદ્યાર્થીઓને શીખવ્યું હતું. આ સાથે જ આ વિદ્યાર્થીઓનું સ્ટ્રેસ ઓછું થાય તે માટે કયા પ્રકારના ખોરાક લેવા તે પણ જરૂરી છે, કારણકે ફૂડની અસર સીધે સીધી આપણા મન અને મગજ ઉપર પડતી હોય છે. જ્યારે કયા પ્રકારના પોશાક પહેરવા કારણ કે વિવિધ કલરોની અસર પણ મન અને શરીર ઉપર જોવા મળતી હોય છે. જેને લઈને કલર થેરાપી, ફૂડ થેરાપી સહિતની અલગ અલગ થેરાપીઓ આપીને ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓને માનસિક સ્થિતિ મજબૂત કરવાનો પ્રયત્ન મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવ્યો હતો.

45000 કરતા વધુ લોકોનું કરાયું કાઉન્સેલિંગ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા અત્યાર સુધીમાં 60થી વધુ સ્કૂલોમાં માર્ગદર્શન અપાયું છે. આ સાથે જ રાજકોટ જિલ્લાના વિવિધ ગામડાઓમાં અને જે તે વિદ્યાર્થીઓના વાલીઓ મળીને કુલ 45000 જેટલા લોકોને મનોવૈજ્ઞાનિક ઢબ દ્વારા કાઉન્સિલિંગ કરવામાં આવ્યા છે. જેને કારણે તેઓ નિશ્ચયન તો થઈને આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા આપી શકે અને પોતાનું ધાર્યું પરિણામ મેળવી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.