રાજકોટ: રાજયના મુખ્યપ્રધાન વિજય રુપાણીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગોંડલ દ્વારા ચરખડી ગામે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્ર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો.
ગોંડલ તાલુકાના ચરખડી ગામે ગુજરાત રાજયના મુખ્ય પ્રધાન વિજય રુપાણીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગોંડલ દ્વારા જલારામ મંદિર ચરખડી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો.
જેમાં ધારાસભ્યના પુત્ર ગણેશભાઈ જયરાજસિંહ જાડેજા અને યુદ્ધએ જ કલ્યાણ ગ્રુપના ભાવિકભાઈ દોંગા, દિપકભાઇ ભુવા તેમજ આરએસએસના કાર્યકરો ભુપતભાઈ ચાવડા, નિર્મળ સિંહ ઝાલા, સુનીલભાઈ બોરચીયા, ગોપાલભાઈ ભુવા તેમજ સરપંચ વિનુભાઈ માવાણી તથા ગ્રામ પંચાયતના સભ્યો, કિશાનસંઘ ગોંડલ પ્રમુખ શત્રુઘ્નભાઈ રોકડ તથા જલારામ મંદિરના સંચાલકો સહીતના આગેવાનોએ હાજરી આપી હતી.
સંપૂર્ણ આયોજન સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ગોંડલના સંયોજકો, પરેશભાઈ શેરા, કલ્પેશભાઈ ખાખરિયા, હિતેશભાઈ હીરાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતુ.
જેમાં ચરખડી ગામના યુવક મંડળના પ્રમુખ દિવ્યેશભાઈ લીલા, ઉપપ્રમુખ લલીતભાઈ વઘાસીયા તેમજ મહિલા મંડળના પ્રમુખ એકતાબેન વાડોદરીયા અને રિદ્ધિબેન ડાભી વગેરે વ્યવસ્થામાં જોડાયા હતા.