રાજકોટ થેલેસેમિયા મેજર જેવા ગંભીર રોગના દર્દીઓને નિયમિત લોહી ચડાવવું જરૂરી હોય છે. ત્યારે રાજકોટની પી.ડી.યુ. (સિવિલ) હોસ્પિટલ (Rajkot Civil Hospital) આવા દર્દીઓને લાઈફલાઈન પૂરી પાડી રહ્યું છે. અહીં અત્યારે 692 થેલિસેમિયા દર્દીઓની સારવાર તેમ જ લોહી ચડાવવાની કામગીરી નિઃશુલ્ક કરવામાં આવે છે.
સિવિલ અધિક્ષકે આપી માહિતી સિવિલના પીડિયાટ્રિક વિભાગમાં 12 વર્ષના સુધીના 252 બાળકોને દર મહિને તેમ જ મેડિસીન વિભાગ ખાતે 12 વર્ષથી વધુ વયના 440 જેટલા થેલિસેમિયાના દર્દીઓને (Rajkot Civil Hospital helps thalassemia patient) દર મહિને લોહીના જરૂરી રિપોર્ટ સાથે રક્ત આપવામાં આવતું હોવાનું સિવિલ અધિક્ષક ડો. આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું.
થેલેસેમિયાના દર્દીની આયર્નની માત્રાની ચકાસણી સિવિલ અધિક્ષક ડો. ત્રિવેદીએ જણાવ્યું હતું કે, દર 3 મહિને થેલિસેમિયા મેજરના દર્દીઓના ફેરિટન રિપોર્ટ (આયર્નની માત્રા) ચકાસવામાં આવે છે. અને દર 6 મહિને એચ.આઈ.વી. એલ.એફ.ટી. આર.એફ.ટી સહીતના રિપોર્ટ કરવામાં આવે છે. દર્દીની (Rajkot Civil Hospital helps thalassemia patient) સારવારમાં લોહી ચડાવવા માટે નસ પકડવી એ મુખ્ય અને અગત્યનું કામ છે, જે અનુભવી નર્સ દ્વારા કરવામાં આવે છે.
દર્દીઓને સર્ટિફિકેટ કાઢી આપવામાં આવે છે આ ઉપરાંત થેલિસેમિયા દર્દીઓને (Rajkot Civil Hospital helps thalassemia patient) ઊંચાઈ-વજન, કાન, હૃદય, પેટ વગેરેનું સમયાંતરે પરિક્ષણ કરી તજજ્ઞ તબીબો દ્વારા જરૂરી સારવાર તદ્દન નિઃશુલ્ક દરે આપવામાં આવે છે અને થેલેસેમિયા દર્દીઓને ડિસેબિલિટી સર્ટિફિકેટ પણ કાઢી આપવામાં આવે છે.
રક્ત માટે દરેક દર્દીઓનો કરાય છે ડેટાબેઝ તૈયાર દર્દીઓને સિવિલની (Rajkot Civil Hospital) બ્લડ બેન્ક (Civil Blood Bank) દ્વારા આપવામાં આવતા રકત માટે દરેક દર્દીઓનો ડેટાબેઝ જાળવવામાં આવે છે અને રૂટિન મુજબ તેઓને સોફ્ટવેરની મદદથી જાણકારી પુરી પાડયા બાદ નિયત સમયે દર્દીને (Rajkot Civil Hospital helps thalassemia patient) રક્ત ચડાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.
દર્દીઓમાં ખુશી જન્મથી મેજર થેલેસેમિયાના દર્દી સાગરને અહીં નિયમિત રક્ત ચડાવવામાં આવે છે. પહેલા પ્રતિ માસ લોહી ચડાવવામાં આવતું હતું, જે હવે મહિને ત્રણ વખત આપવામાં આવે છે. તેમના પિતા ધનસુરભાઈ છાસિયા અહીંની સેવા-સારવારથી ખુશ છે. તેમણે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, અહીં મારા દીકરાને નિયમિત લોહી આપતા પૂર્વે જાણ કરવામાં આવે છે, તેમ જ તપાસ પણ કરવામાં આવે છે.