રાજકોટઃ એક દિગ્ગજ અજબોપતિ નેતાએ ઘણા વર્ષોથી પૈસા મને ચૂકવ્યા નથી. આ શબ્દો છે રાજકોટના ભાજપના સાંસદના. આ પ્રકારની પોસ્ટ તેમને ફેસબુક ઉપર લખી હતી. જે પોસ્ટ ત્યાર બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. મારુતિ કુરિયરના કંપનીના માલિક છે. એવામાં તેમના પૈસા એક દિગ્ગજ નેતાએ ચૂકવ્યા ન હોવાની વાત સામે આવ્યા બાદ રાજકારણમાં જબરો ગરમાવો આવ્યો છે. આ સમગ્ર મામલે રામ મોકરીયાએ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો.
આ બાબતે કશું કહેવા જેવું નથી મારે એ નેતા સાથે સાવ અંગત વ્યવહાર છે. જ્યારે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ આવી જે મને લાગુ પડતી હોય તેને લઈને સોશિયલ મીડિયામાં આ મામલે જવાબ આપ્યો હતો. મારે પણ એક નેતા પાસે પૈસા લેવાના છે. જે ખૂબ જ મોટી રકમ છે અને ઘણા વર્ષોથી આ પૈસા મારા બાકી છે. જેના કારણે મારાથી સોશિયલ મીડિયામાં આ પ્રકારની વાત લખાઈ ગઈ છે. જ્યારે આ વાત સાચી જ છે. ત્યારે આ મામલે હું વચ્ચેના લોકોને કહીને પ્રયત્ન કરું છું કે, કંઈક સોલ્યુશન નીકળે કારણ કે આ બહુ મોટી રકમ છે. --રામ મોકરિયા (સાંસદ, ભાજપ)
કરોડોની રકમઃ જ્યારે આટલો મોટો માણસ હોય અને આવી પરિસ્થિતિમાં તેનું અર્થઘટન અલગ રીતે જ થતું હોય છે. આ ઘટના 2008ની છે અને ત્યારબાદ ફરી 2011માં તે અપડેટ થઈ હતી. આ તમામ બાબતોના મારી પાસે લેખિત પુરાવા પણ છે. આ ખૂબ જ મોટી રકમ છે. મોકરિયાએ જ્યારે કેટલી રકમ છે તે અંગે સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. આ રકમ કરોડોમાં પણ છે.
ફેસબુક પોસ્ટ વાયરલઃ ઉલ્લેખનીય છે કે, હાલ રામ મોકરીયા રાજ્યસભાના સાંસદ છે. જ્યારે સાંસદ દ્વારા facebook ઉપર આ પ્રકારની પોસ્ટ વાઇરલ કરવામાં આવતા રાજકારણમાં જબરો ગરમાવો આવ્યો છે. જ્યારે રામ મોકરિયા દ્વારા ક્યાં નેતા પાસેથી તેમને પૈસા લેવાના બાકી છે. તેમનું નમ તેમને જણાવ્યું ન હતું. સૌરાષ્ટ્રના જ કોઈ મોટા નેતા હોવાનું આ મામલે જણાઈ આવે છે. જ્યારે આ પ્રકારની વાત સામે આવ્યા બાદ સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચી જવા પામી છે.