- ધોરાજી તાલુકા પંચાયત બેઠકના ઇન્ચાર્જ જયસુખભાઇ ઠેશીયા
- તાલુકા પંચાયત ધોરાજીના કુલ 16 નામ BJPના હોદ્દેદારોએ જાહેરાત કર્યાં
- જિલ્લા પંચાયતની 2 સીટના નામ પણ જાહેર કર્યાં
રાજકોટ : ધોરાજી તાલુકા પંચાયત બેઠકના ઇન્ચાર્જ તરીકે જિલ્લા ભાજપે જયસુખભાઇ ઠેશીયા નિમણૂક કરી છે. જયસુખભાઇ ઠેશીયા એ જણાવ્યું કે, ધોરાજી તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું શાસન હતું. માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં જૂનાગઢ ખાતે તાલુકા પંચાયતના નીતાબેન રસિકભાઈ ચાવડા તાલુકા પંચાયતના સદસ્યો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા. તાલુકા પંચાયત ધોરાજીમાં ભાજપનું શાસન આવ્યું હતું અને હાલમાં ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટીમાંથી રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, મહામંત્રી નાગદાનભાઈ ચાવડા, મહામંત્રી મનીષભાઈ ચાંગેલા, મહામંત્રી મનસુખભાઈ રામાણી વગેરેની સૂચના અનુસાર ધોરાજી તાલુકા પંચાયતમાં કુલ 16 બેઠકો છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રતીક ઉપર 16 ઉમેદવારો ચૂંટણી લડશે
જેમાંથી ભારતીય જનતા પાર્ટીના પ્રતીક ઉપર 16 ઉમેદવારો ચૂંટણી લડવાના છે. તેમની જાહેરાત ધોરાજીના લોહાણા સમાજની વાડી ખાતે જિલ્લા ભાજપના મંત્રી હરસુખભાઈ ટોપિયા, ભાજપના અગ્રણી વી.ડી. પટેલ, ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ કોયાણી, જીલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, તાલુકા ભાજપ પ્રમુખ રમેશભાઈ મકાતી, શહેર ભાજપ પ્રમુખ વિનુભાઇ માથુકિયા, ભાજપના નિરીક્ષક લલીતભાઈ વોરા, નગરપતિ હરકિશન માવાણી, કે.પી. માવાણી, તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ ડાંગર તેમજ તાલુકા ભાજપ મહામંત્રી જનકસિંહ જાડેજા શહેર, ભાજપ મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંટોલિયા તાલુકા ભાજપ અને શહેર ભાજપના આગેવાનોની હાજરીમાં કરવામાં આવી હતી.
જેમાં,
- નીતાબેન રસિકભાઈ ચાવડા (પૂર્વ પ્રમુખ રીપીટ).. ભાદાજાળીયા સીટ
- સવિતાબેન રાણાભાઇ ધાંગીધ્રા (obc).. ભાડેર સીટ
- રામભાઈ ખોડાભાઈ હેરભા.(obc)... છાડવાવદર સીટ
- વિજયાબેન અશોકભાઈ રાઠોડ (અનુ જાતિ સ્ત્રી).. જમનાવડ સીટ
- અશ્વિનભાઈ છગનભાઈ સેરઠીયા કલાણા સીટ
- રવિકુમાર ઇશ્વરભાઇ વડાલીયા મોટીમારડ 1 સીટ
- ભાવેશભાઈ ઝીણાભાઈ હુંબલ મોટી મારડ 2 સીટ
- ગીરીશભાઈ કાનજી ભાઈ કણસાગરા મોટીવાવડી સીટ
- સુરેશભાઈ ગાડુભાઇ ગજેરા નાની પરબડી સીટ
- નરેન્દ્રભાઈ ભાયાભાઈ ગેડા (અનુ.જાતિ) પાટણવાવ સીટ
- ધર્મિષ્ઠાબેન ભરતભાઈ ડઢાણીયા સુપેડી 1 સીટ
- ખીમીબેન દેવાભાઈ કટારા (અનુ આદિજાતિ સ્ત્રી) સુપેડી 2 સીટ
- હંસાબેન શાંતિલાલ ઠેસીયા તોરણીયા સીટ
- નીતાબેન વિનોદભાઈ ચાવડા વાડોદર સિટ
- આશાબેન ભરતભાઈ મેર વેગડી સીટ
- ડૉ. ચિરાગભાઈ રમેશભાઈ દેસાઈ ઝાંઝમેર સીટ
તાલુકા પંચાયત ધોરાજીના કુલ 16 નામ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ જાહેરાત કર્યાં હતા.
જ્યારે, રાજકોટ જિલ્લા પંચાયતની બે સીટ જેમાં મોટી માર્ગ સીટ ઉપરથી
- વિરલભાઇ પ્રફુલભાઈ પનારા મોટીમારડ જિલ્લા પંચાયત સીટ
- ભાનુબેન ભીખાભાઈ બાબરીયા અનુ જાતિ સ્ત્રી સુપેડી જિલ્લા પંચાયત સીટ
2 જિલ્લા પંચાયતની સીટના નામ પણ જાહેર કર્યાં હતા.
આજની બેઠકમાં ધોરાજી શહેર તેમજ તાલુકા ભાજપના હોદ્દેદારો તેમજ જીલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉમેદવારોની ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ધોરાજી તાલુકા ભાજપના ઇન્ચાર્જ જયસુખભાઇ ઠેસિયાએ યાદીમાં જણાવ્યું હતું.
કોંગ્રેસના ગઢ ગણાતા ધોરાજી તાલુકામાં ભાજપે આજથી જ જંગ જીતવાની તૈયારી આરંભી દીધી છે. જ્યારે કોંગ્રેસમાં અત્યાર સુધી કોઈ યાદી જાહેર કરવામાં આવી નથી. તેઓ પણ આજે ભાજપની યાદી આવ્યા બાદ જાહેરાત કરશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.