ઘમસાણગીરી બાપુની 17મી પેઢી અને વર્તમાન મંદિરની પૂજા અર્ચના કરતા જયપાલગીરી સુખદેવગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, ગોંડલી નદીનું નામ પહેલા ગૌકર્ણી નદી હતું અને ગોંડલનું નામ ગૌકર્ણ હતું. સમય જતા ભાષાનો અપભ્રંશ થતા ગૌમંડળ અને ગોંડલ થયું છે.
લોકવાયકા પ્રમાણે, શ્રી કૃષ્ણ અને પાંડવના સમયમાં ભીમે મહાદેવજીની પૂજા કર્યા પછી જ ભોજન કરવાનો સંકલ્પ કર્યો હતો. ગોકુલ, મથુરાથી દ્વારકા જતી વેળાએ શ્રી કૃષ્ણ અને પાંડવોએ ગૌકણિ નદીના કિનારે રાતવાસો કર્યો હતો. જ્યાં સવારે ભીમનો સંકલ્પ પૂરો કરવા શ્રી કૃષ્ણ દ્વારા શિવલીંગની સ્થાપના કરવામાં આવી હતી અને ભીમ દ્વારા પૂજા કરતા આ સ્થાનનું નામ ભીમનાથ મહાદેવ મંદિર પડ્યું હતું.