ભાદર ડેમના 2 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યાં છે. ડેમમાં થતી પાણીની આવકની સામે 481 ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ ઓવરફલો થતાં ડેમના નીચાણવાળા વિસ્તારોમાં જેતપુર તાલુકાના 17 જેટલા ગામોના લોકોને સાવચેત કરીને નદીના પટમાં અવર જવર ન કરવાની સૂચનાઓ આપી દેવામાં આવી હતી.
ભાદર ડેમ ઓવરફલો થતાં રાજકોટ, જેતપુર, વિરપુર સહિતના અનેક ગામોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે. આ સાથે જેતપુર, ધોરાજી પંથકના ખેડૂતોનો સિંચાઈ માટેના પ્રશ્નનો હલ થશે. ડેમ ઓવરફ્લો થતાં હાલ ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.