ETV Bharat / state

ગુજરાતની પ્રથમ સરકારી સ્કીન બેંક રાજકોટમાં થશે શરૂ - Rajkot Pidian Civil Hospital

ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કીન બેંક (Skin Bank In Rajkot) રાજકોટમાં શરૂ થવા જઇ રહી છે. સ્કીન બેંકની ભારતમાં પણ સંખ્યા ઓછી જોવા મળે છે. એમાં પણ ગુજરાતમાં (Gujarat first government skin bank) એ પણ રાજકોટ ખાતે પ્રથમ સરકારી સ્કીન બેંક (Skin Bank Rajkot) શરૂ થશે તે ગર્વની વાત કહી શકાય.

ચામડી માટે પણ બેંક, ગુજરાતની પ્રથમ સરકારી સ્કીન બેંક રાજકોટમાં શરૂ થશે

author img

By

Published : Dec 13, 2022, 1:34 PM IST

ચામડી માટે પણ બેંક, ગુજરાતની પ્રથમ સરકારી સ્કીન બેંક રાજકોટમાં શરૂ થશે

રાજકોટ ગુજરાતની પ્રથમ સરકારી સ્કીન બેંક (Skin Bank In Rajkot) રાજકોટમાં શરૂ કરવામાં આવશે. રાજકોટ પીડિયું સિવિલ હોસ્પિટલમાં આગામી દિવસોમાં રાજ્યની પ્રથમ સરકારી સ્કીન બેંક (Government Skin Bank) શરૂ થશે. હાલ તો હોસ્પિટલ દ્વારા તમામ તૈયારીઓ પુરી કરી દેવાઇ છે.

પ્રથમ સરકારી સ્કીન બેંક મહત્વની વાત એ છે કે ગુજરાતમાં પહેલી વાર (Skin Bank Gujarat first) ગુજરાતની પ્રથમ સરકારી સ્કીન બેંક (Skin Bank Rajkot) બનાવામાં આવશે. જેને લઇને ગાંધીનગર અમદાવાદ અને સુરતના નિષ્ણાંત ડોક્ટરની ટીમ (Specialist Doctor of Surat) દ્વારા મુલાકાત પણ કરવામાં આવી હતી. ડોક્ટરની ટીમની આ વિઝીટ પૂર્ણ થઇ ગઇ છે અને થોડા જ સમયમાં ટીમ દ્વારા સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે. અને તેના પછી ગુજરાતની પ્રથમ સરકારી સ્કીન બેંક એવી રાજકોટ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવશે. જેનો લાભ સૌરાષ્ટ્રની સાથે સમગ્ર ગુજરાતને મળશે.

સ્કિન બેન્ક એટલે શું જો કોઇ વ્યક્તિની ચામડી બળી હોય અને તે ભાગ પર સ્કિન બેન્કમાંથી મળેલી અન્ય વ્યક્તિની ચામડીનો ઉપયોગમાં લઇ શકાય અને મૃત્યુ થયું હોય તેવી વ્યક્તિની સ્કિનનો ઉપયોગ કરવા માટે જો રાખવામાં આવે તો તેને -71 થી -83 સેલ્સિયસ તાપમાનમાં સારસંભાળથી જાળવવી રાખવામાં આવે છે. અને જે પણ કોઇ જરૂરમંદ હોય તેમને મદદ કરવામાં આવે છે. પૂરા ભારતની વાત કરવામાં આવે તો 20 થી ઓછી સ્કિન બેન્ક છે. મુંબઇમાં દર વર્ષે સ્કિન બેન્ક હોસ્પિટલમાં સરેરાશ 20 સ્કિન ડોનેશન મળે છે. અને તેમાં 150થી વધુ સ્કિન ડોનેશનની જરૂરત પડતી હોય છે.

નિશુલ્ક લાભ સિવિલ હોસ્પિટલમાં(Civil Hospital Rajkot) દાખલ દર્દીઓને આ સ્કીનનો નિશુલ્ક લાભ મળશે. મફતમાં તેઓ સારવાર કરી શકશે. જ્યારે મુખ્યત્વે દાઝેલા અને અકસ્માતમાં જે દર્દીઓ ઘવાયેલા હોય છે. તેમને મોટા પ્રમાણમાં સ્કીનની જરૂર પડતી હોય છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Gujarat first government skin bank) દાખલ આ દર્દીઓને સ્કિનનો લાભ મળશે. આ સાથે જ જો કોઈ ખાનગી હોસ્પિટલ અથવા ટ્રસ્ટની હોસ્પિટલમાંથી દર્દીઓ અહીં સ્કીન લેવા માટે આવશે તેમને નજીવા દરે સ્કિન મળી રહેશે.

નવી બિલ્ડીંગનું નિર્માણ કોવિડ હોસ્પિટલમાં શરૂ થશે. સ્કીન બેંક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં નવી બિલ્ડીંગનું નિર્માણ કરાયું છે. પરંતુ ત્યાં કોરોનાની મહામારીના કારણે દર્દીઓની સારવાર થતી હતી. જ્યારે હવે કોરોનાના કેસ ઓછા થતા ત્યાં હવે સ્કીન બેંક શરૂ કરવામાં આવશે. જેના માટેનો સ્ટાફ ટ્રેનિંગ લઈને આવી ચૂક્યો છે. તેમજ તેની મશીનરી પણ હોસ્પિટલમાં રાખવામાં આવી છે. જેની નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિઝીટ લેવામાં આવી હતી. બસ હવે ગણતરીના દિવસોમાં જ ગુજરાતની પ્રથમ સરકારી સ્કીન બેંક રાજકોટમાં શરૂ થશે.

નવા વર્ષથી શરૂ મળતી માહિતી અનૂસાર જાન્યુઆરીમાં રાજકોટમાં આ સ્કીન બેંક શરૂ થઈ જશે. જેના માટેનો સ્ટાફ પણ આવી ચૂક્યો છે અને તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. અને આ વર્ષ પુરૂ થતાની સાથે જ આ સ્કીન બેંક શરૂઆત કરી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.