રાજકોટ: જિલ્લાના ગોંડલમાં ગર્ભવતી અને પ્રસુતા મહિલાઓને સરકારી લાભ મળી રહે તે માટે આશા વર્કર બહેનો ભગવતપરામાં સર્વે કરી રહી હતી તે સમયે કેટલાક લોકો દ્વારા તેમના પર શંકા કરી રજીસ્ટર આંચકી લેવામાં આવ્યું હતું. બાદમાં આશાવર્કર બહેનોએ બ્લોક હેલ્થ ઓફિસરને જાણ કરતા તેઓ દ્વારા સિટી PI કે.એ.એન રામાનુજને જાણ કરાઇ હતી. ઘટનાને પગલે તુરંત જ સીટી પોલીસ સ્થળ પર પહોંચીને લાલ આંખ કરી આશાવર્કર બહેનોને રજીસ્ટર પરત અપાવ્યું હતું.
રાજકોટ: ગોંડલ ભગવતપરામાં સર્વે કરી રહેલા આશા વર્કર બહેનોનું રજીસ્ટર આંચકી લેવાયું - latest news of covid 19
કોરોનાનો કહેર અને લોકડાઉનના કપરા સમયમાં મેડિકલ કર્મચારીઓ દેવદૂત બની કામ કરી રહ્યા છે, ત્યારે દેશમાં ઘણી જગ્યાએ તેમના પર નિંદનીય હુમલાઓ થઈ રહ્યા છે. ગોંડલના ભગવતપરામાં મેડિકલને લગતું સર્વે કરી રહેલા આશા વર્કર બહેનોનું રજીસ્ટર આંચકી લેવામાં આવતા પોલીસે દોડી જઇ પરત અપાવ્યું હતું.
ગોંડલ ભગવતપરામાં સર્વે કરતી આશા વર્કર બહેનોનું રજીસ્ટર આંચકી લેવાયું