- રાજકોટમાં મંદિરના સેવક સાથે સમલૈંગિક સંબંધ બાંધી બ્લેકમેઇલનો મામલો
- બ્લેકમેઇલ કરતા શખ્સોની ધરપકડ કરવામાં આવી
- વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપીને તેની પાસે 4 કરોડની માંગણી
રાજકોટઃ રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મંદિરના(temple in rajkot) સેવકને ગે શખ્સે મિત્રતા કેળવીને તેની સાથે સમલૈંગિક શારીરિક સંબંધો(Gay physical relations) બાંધ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર ઘટના વિડીયો કેમેરામાં કેદ કરી હતી અને સેવકને વારંવાર આ ઘટનાનો વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપીને તેની પાસે 4 કરોડની માંગણી(rajkot crime case) કરવામાં આવી હતી. જ્યારે સેવકે ગભરાઈને પોલીસ સમક્ષ સમગ્ર હકીકત જણાવતા રાજકોટ ગાંધીગ્રામ પોલીસ(Rajkot Gandhigram Police) દ્વારા આ સમલૈંગિક હનીટ્રેપ(Gay Trap in Rajkot) મામલે રાજકોટ શખ્સોની ધરપકડ કરી છે.
ગે મિત્રએ સેવક સાથે મિત્રતા વધારીને કરી હનીટ્રેપ
ધાર્મિક સંસ્થાના સેવકને સમલૈંગિક સાથે શરીર સંબંધ(Homosexual relations in the temple) બંધાવીને હનીટ્રેપ કરવાનો મામલો સામે આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. આ શખ્સોએ ધાર્મિક સંસ્થાના સેવકને(Homosexual relationship with a temple servant) ફસાવવા માટે આખો પ્લાન ઘડ્યો હતો અને પ્રથમ 1.35 કરોડની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ લાલચ જાગતા 4 કરોડની માંગણી કરવામાં આવી. જ્યારે સેવકે ગભરાઈને આ મામલે ગાંધીગ્રામ પોલીસનો(rajkot crime case) સંપર્ક કર્યો હતો.
ચાર શખ્સોની કરવામાં આવી ધરપકડ
શહેરમાં હનીટ્રેપમાં(honey trap police case) ગેનો ઉપયોગ કર્યાની વાત સામે આવતા પોલીસે પણ તાત્કાલિક આ મામલે તપાસ શરૂ કરી હતી. જ્યારે આ મામલે પોલીસે ચીમન ઉર્ફ મુન્નો, મનોજ ઉર્ફ અભય રાઠોડ અને ભોજરાજસિંહ ઉર્ફે ભોજુભા ગોહિલ નામન શખ્સની ધરપકડ કરી છે. જ્યારે હાલ આ ધાર્મિક સંસ્થાના મંદિરનો સેવક છેલ્લા 3 મહિનાથી હનીટ્રેપમાં(honey trap in rajkot) ફસાતા પોતાના ઘરે ગૃહસ્થી જીવન જીવતો હતો.
આ પણ વાંચોઃ Rajkot: રાજકોટમાંથી વૃદ્ધ સાધુની લાશ મળી, હત્યાની આશંકા
આ પણ વાંચોઃ રાજકોટમાં ફ્લિપકાર્ટના ડિલિવરી બોયે ગોડાઉન માંથી 10 મોબાઈલ ઉડાવી લીધા