ધારાસભ્યને પ્રશ્ન છે કે, નગરપાલિકાની ચૂંટણીમાં કહેતા હતા કે દર 15 દિવસે હું પોતે નગરપાલિકામાં રૂબરૂ બેસી અને લોકોનાં પ્રશ્નો સાંભળીશ અને નિકાલ કરીશ. ધોરાજીની પ્રજા તમને પૂછે છે કે પુરતું પાણી હોવા છતાં સપ્તાહમાં માત્ર એકવાર પાણી વિતરણ કરવામાં આવે છે અને તે પણ ગંદુપાણી. લોકોનાં આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં છે, ત્યારે ધારાસભ્ય લલિત વસોયા પોતાની પ્રતિક્રિયા આપે અને ગંદુ પાણી વિતરણ થતું હોય તે બંધ કરી અને સારૂં પાણી વિતરણ કરવામાં આવે.
નહીં તો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે વધું આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે. તેવી માંગ સાથે ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને ધોરાજી નગરપાલિકા ભાજપનાં આગેવાનો અને કાર્યકર્તા દ્વારા આવેદનપત્ર આપ્યું હતું.