ETV Bharat / state

ગોંડલનું અનિડા ભાલોડી ગામ 5 દિવસ સ્વયંભૂ લોકડાઉન રહેશે - ગ્રામપંચાયત

કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 4ની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે, ત્યારે રાજ્યમાં 1લી સપ્ટેમ્બરના રોજથી અનલોક 4 લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે કોરોના વાઇરસના કેસોમાં પણ દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, રાજ્યના શહેરોમાં આ મહામારીની વધારે અસર જોવા મળી છે, ત્યારે હવે આ મહામારી ગામડાઓમાં પણ ફેલાવા લાગી છે.

ગોંડલના અનિડા ભાલોડી ગામ 5 દિવસ સ્વયંભૂ લોકડાઉન રહેશે

author img

By

Published : Sep 1, 2020, 11:00 PM IST

રાજકોટઃ જિલ્લાના ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામના સરપંચ સામત ભાઈ બામ્ભવાએ જણાવ્યું હતું કે અનિડામાં બે કોરોના પોઝિટિવ કેસ નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કોરોના વાઇરસનું સંક્રમણ ગામમાં વિકરાળ ન બને તે માટે ગ્રામપંચાયત દ્વારા પાંચ દિવસનું લોકડાઉન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેથી ગામમાં રહેતા કોઈ પણ મજૂર શ્રમિકોએ બહાર ગામ મજૂરી કરવા જવા ઉપર અનીડા ગ્રામ પંચાયત કચેરી દ્વારા પાબંધી લગાવવામાં આવી છે.

ગોંડલના અનિડા ભાલોડી ગામ 5 દિવસ સ્વયંભૂ લોકડાઉન રહેશે
ગોંડલના અનિડા ભાલોડી ગામ 5 દિવસ સ્વયંભૂ લોકડાઉન રહેશે

બહારગામ મજૂરી કામ કરતા હોઈ તો તેને ત્યાં જ રહેવા સૂચના આપવામાં આવે છે તથા તમામ વેપાર ધંધા 5 દિવસ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. અનિડા ભાલોડી ગામમાં અનલોકમાં પણ ગ્રામપંચાયત દ્વારા 5 દિવસનુ લોકડાઉન જાહેર કરેલ છે અને કહેવામાં આવ્યું છે કે જેનો કોઈએ ભંગ કરવો નહી. અનીડા ગામ રહેતા હોય તેને બહાર ગામ કે અન્ય સ્થળે કોઈ અગત્યના કામ સિવાય કે પરમિશન વગર ગામની બહાર જવુ નહી તેવું નક્કી કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.