ETV Bharat / state

ગોંડલના બિલિયાળા ગામે 11 વર્ષની બાળકીને શૉક લાગતા મોત

રાજકોટના ગોંડલના બિલિયાળા ગામે બાળાને શૉક લાગતા મોત નિપજ્યું હતું. આ ઘટનામાં તેના વાલીઓને રૂપિયા 4 લાખનો સહાયનો ચેક આપવામાં આવ્યો હતો.

ગોંડલ
ગોંડલ
author img

By

Published : Jun 26, 2020, 7:13 PM IST

રાજકોટ: ગોંડલ તાલુકાના બિલિયાળા ગામે ખેત મજૂરી કામ કરતાં અને મૂળ એમપીના મહેતાબભાઈ ચૌહાણની 11 વર્ષની પુત્રી કવિતા વરસાદમાં હોય ઝાડ નીચે ઉભી હતી. આ દરમિયાન ભારે પવનના કારણે ઝાડ ઉપરથી પસાર થઇ રહેલી 11 કે.વી. ની વીજ લાઈન ઝાડને અડતા કવિતાને શૉક લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું.

ઘટનાની જાણ ગામના સરપંચ દીપકભાઈ રૂપારેલીયાને થતા બાળાના મૃતદેહને ગોંડલ સરકારી દવાખાને લાવી પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરાવી હતી અને ઘટના અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. કવિતા બે ભાઈ અને બે બહેનોના પરિવારમાં મોટી હતી.

અકાળે તેનું નિધન થતા શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. આ બાબતે સરપંચ દીપકભાઈ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા મુખ્યપ્રધાન રાહત ફંડ માંથી 4 લાખનો ચેક આવતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના હસ્તે બાળાના વાલીઓને આપવમાં આવ્યો હતો. આ તકે ટીડીઓ ગોહેલ સહિતનાઓ હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.