ETV Bharat / state

Murder case in Rajkot : રંગીલું રાજકોટ રક્તરંજીત થયું, મનપાના કર્મીને છરીના ઘા મારી કરાઇ હત્યા - રાજકોટ મહાનગરપાલિકાના કર્મચારીની હત્યા

રાજકોટમાં મહાનગરપાલિકાના કન્ઝર્વન્સી વિભાગમાં નોકરી કરતા યુવકની હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં બે શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (Youth killed case in Rajkot)

Murder case in Rajkot : રંગીલું રાજકોટ રક્તરંજીત થયું, મનપાના કર્મીને છરીના ઘા મારી કરી હત્યા

author img

By

Published : Feb 2, 2023, 3:43 PM IST

રાજકોટ : રાજ્યમાં દિવસેને દિવસે હત્યાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. લોકો નજીવી જેવી બાબત ઉશ્કેરાય જઈને હત્યાને અંજામ આપવા લાગ્યા છે. ત્યારે રાજ્યનું કહેવાતું રંગીલું રાજકોટ ફરી એક વખત રક્તરંજીત થયું છે. રાજકોટ શહેરના આંબેડકર નગર વિસ્તારમાં એક યુવકની હત્યા નિપજાવવામાં આવી છે. સિદ્ધાર્થ મકવાણા નામનો યુવક રાજકોટ મહાનગરપાલિકાના કન્ઝર્વન્સી વિભાગમાં નોકરી કરતો હતો. જેની વિસ્તારના જ યુવકો દ્વારા છરી મારીને હત્યા કરી છે. હાલ સમગ્ર મામલે થોરાળા પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.

અંગત અદાવતમાં કરવામાં આવી હતી : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, સિદ્ધાર્થ મકવાણા નામનો યુવક રાત્રીના સમયે આંબેડકર વિસ્તારમાં ઉભો હતો. તે દરમિયાન ત્રણથી ચાર જેટલા શખ્સો અહીં આવી ચડ્યા હતા અને સિદ્ધાર્થ પર હુમલો કર્યો હતો. જ્યારે ઘટનામાં યુવક પર છરી વડે હુમલો થતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. યુવકના મૃત્યુના સમાચાર વિસ્તારમાં ફેલાતા હાહાકાર મચી જવા પામ્યો હતો. તો બીજી તરફ યુવકના મૃત્યુને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો : બોલો લ્યો, ચામાં ખાંડ ઓછી હોવાથી ગ્રાહકે દુકાનદારને મારી છરી

પોલીસ દ્વારા બે શખ્સોની કરાઈ ધરપકડ : હત્યાની ઘટના વિસ્તારમાં બનતા થોરાળા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાના શકમંદ બે આરોપીઓની ધરપકડ કરી છે. હાલ આ મામલે પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જ્યારે મનપામાં ફરજ બજાવતા યુવાનની હત્યાની ઘટનાને પગલે વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસેને દિવસે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે અને હત્યા, લૂંટ જેવા બનાવો શહેરમાં હવે સામાન્ય બનતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Surat Crime : એક ટકના ભોજન માટે પતિએ પત્નીને મારમારી મોતને ઘાટ ઉતારી

આ પહેલા હત્યા બનાવ : ઉલ્લેખનીય છે કે, સુરતના સાંધીએર ગામે નજીવી બાબતે પતિએ પત્નીને ઢોર માર મારી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસને જાણ થતાં ગણતરીની કલાકોમાં હત્યારા પતિને ઝડપી લીધો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.