- અંબાને પોલીસ કમિશ્નર દ્વારા ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવી
- આગામી દિવસોમાં આ બાળકી ઇટલીની નાગરિક
- કાઠિયાવાડ આશ્રમમાંથી 350 બાળકોને વિદેશી દંપતી દ્વારા દત્તક લેવાયા
રાજકોટ : એક વર્ષ અગાઉ શહેરના ઠેબચડા વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મળી આવેલી નવજાત બાળકી અંબાને પોલીસ કમિશ્નર દ્વારા ખાસ દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. જ્યારે બાળકી મળી આવી ત્યારે તેની હાલત ખૂબ જ ગંભીર હતી.
બાળકીનું નામકરણ પણ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું
બાળકીની ખાનગી હોસ્પિટલમાં સારવાર પછી સંપૂર્ણ સ્વસ્થ કરવામાં આવી હતી. આ બાળકીને કાઠિયાવાડ બાલ આશ્રમમાં રાખવામાં આવી હતી. જ્યારે આ બાળકીનું નામકરણ પણ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આગામી દિવસોમાં આ બાળકી હવે ઇટલીની નાગરિક બનશે.
આ પણ વાંચો : સુરત સ્વનિર્ભર શાળાઓ બાળકોને દત્તક લેશે
કાઠિયાવાડ આશ્રમમાંથી 350 જેટલા બાળકોને વિદેશી દંપતી દ્વારા દત્તક લેવામાં આવ્યા
રાજકોટના કાઠિયાવાડ બાલ આશ્રમમાં છેલ્લા એક વર્ષથી રાખવામાં આવેલી અંબાને હવે ઇટલીનું દંપતી દત્તક લેવાનું છે. આ દત્તકની પ્રક્રિયા ત્રણ મહિના સુધી ચાલશે અને અંબા ઇટલીની નાગરિક બનશે. મળતી માહિતી પ્રમાણે, ઇટલીની એક હોસ્પિટલમાં વર્ષોથી નર્સ તરીકે ફરજ બજાવતા પ્લેન્ક કેટરિન અને ગુંથર નામના દંપતીની 'અંબા' દીકરી બનશે. આ યુગલે અગાઉ પણ ભારતમાંથી જ એક બાળક દત્તક લીધેલું છે. અને હવે 'અંબા' તેમનું બીજું સંતાન બનશે. અત્યાર સુધીમાં રાજકોટ કાઠિયાવાડ આશ્રમમાંથી 350 જેટલા બાળકોને વિદેશી દંપતી દ્વારા દત્તક લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : જામનગરના જોડ્યા બાળકોને મળી દિલ્હીના માતાપિતાની છાંયા
અંબાને રાજકોટની ખાનગી સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવી હતી
એક વર્ષ અગાઉ ખુબજ ગંભીર હાલતમાં મળી આવેલી અંબાને રાજકોટની ખાનગી સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. જ્યાં રાજકોટ પોલીસ કમિશ્નર, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ આ બાળકીની તબિયત અંગે ચિંતિત હતા.
મુખ્યપ્રધાન પણ હોસ્પિટલમાં અંબાના ખબર-અંતર પૂછવા માટે આવ્યા હતા
રાજ્યના મુખ્યપ્રધાન રૂપાણી પણ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં રહેલી આ દીકરીના ખબર-અંતર પૂછવા માટે આવ્યા હતા. જ્યારે અનેક લોકોએ આ દીકરી ફરી સ્વસ્થ થઈ જાય તે માટે ભગવાનને પ્રાર્થના કરી હતી. ત્યારે આજે આ દીકરી સંપૂર્ણ સ્વસ્થ થતા તેને હવે દત્તક આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.