- જેતપુર APMCની 16 બેઠકો થઈ બિન હરીફ
- સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો દબદબો યથાવત
- જેતપુર કોંગ્રેસમાં સર્જાયું ભંગાણ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ જોડાયા ભાજપમાં
રાજકોટ: રાજકોટ જિલ્લાના જેતપુર APMC(માર્કેટિંગ યાર્ડ)માં ખેડુત વિભાગની 10 તથા રૂપાંતરની બે મળીને 6 બેઠકોમાં કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી તે બીનહરીફ થઈ છે. વેપારી વિભાગમાં ચાર બેઠક માટે એક ફોર્મ ભરાયા છે. ફોર્મ ચકાસણીમાં 17 ફોર્મ માન્ય રહ્યા હતા. હવે વેપારી વિભાગમાંથી એક ઉમેદવારને સમજાવટ પૂર્વક ફોર્મ પાછુ ખેંચાવવાના પ્રયત્નો શરૂ થયા છે. તેના આધારે તમામ 16 બેઠકો બીનહરીફ થઈ છે.
સહકારી ક્ષેત્રનો ભરોસો જીતી રાખ્યોઃ રાદડીયા
જેતપુર તાલુકાના પૂર્વ મંત્રી તથા જીલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયાનું મતક્ષેત્ર છે. ત્યારે સમગ્ર રાજકોટ જીલ્લાના સહકારી ક્ષેત્ર પર રાદડીયા જુથનો રુઆબ જોવા મળે છે. રાજકોટ યાર્ડની ચૂંટણીમાં તે સાબીત થઈ જ ચુકયુ હતુ હવે પોતાના જ મતક્ષેત્રનાં યાર્ડને બીનહરીફ કરાવીને તાકાતનો વધુ એક પરિચય આપ્યો છે.
જયેશ રાદડીયાએ જણાવ્યુ કે, 30 વર્ષથી સહકારી ક્ષેત્રનો ભરોસો જીતી રાખ્યો છે, વેપારી વિભાગમાં માત્ર એક ફોર્મ વધુ ભરાયું તે પાછું ખેંચતા તમામ બેઠકો બિનહરીફ થતા 16 બેઠકો બીનહરીફ થઈ છે.
કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાતા જેતપુરના રાજકારણમાં આવ્યો ગરમાવો
કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી અંદરો અંદર ચાલી રહેલો આંતરિક કલહ હવે બહાર આવી રહ્યો છે. જેને લીધે વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં કામ કરી રહેલ કાર્યકરોને રાજીનામું આપવાનો વારો આવ્યો છે. જેને લઈને જેતપુર તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. જેમાં જેતપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિધવત રીતે ભાજપનો ખેસ પહેરતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહીતી મુજબ, જેતપુર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા કોંગ્રેસ નેતા પરસોત્તમ રાદડિયા દ્વારા એકાએક જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ કેસરીયો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. અંદરો-અંદર અનેક ચર્ચાઓ શરૂ થવા પામી હતી. જેતપુર તાલુકા કોંગ્રેસનું રાજકારણ વધુ ગરમાયું છે. આગામી સમયમાં કોંગ્રેસના અનેક આગેવાનો તેમજ કાર્યકરો અન્ય પાર્ટીઓમાં જોડાઈ શકે તેવી સંભાવનાઓ પણ ખરી છે.
આ પણ વાંચોઃ ગાંધીનગરમાં ભાજપનો વિજય, પરંતુ 25 વર્ષથી રહેલા ગઢમાં ગાબડુ, જાણો ગુજરાતના તમામ કોર્પોરેશનની સ્થિતિ