રાજકોટઃ જેતપુર પોલીસ માં PI ની બદલી બાદ 4 કોન્સ્ટેબલ ની બદલી યથાવત રહી એક દિવસ અગાઉ પી.આઈની પણ બદલી થઈ હતી. ત્યારબાદ આજે પણ 4 કોન્સ્ટેબલની બદલી કરવામાં આવી છે. જેમાં ચાર કોન્સ્ટેબલ અને જેતપુર PI ને પણ હેડક્વાર્ટરમાં મૂકવામાં આવ્યા છે. ગુરૂવારે SPએ જેતપુર પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ટ્રાન્સપ પ્રક્રિયા જાણકારી લીધી હતી.
આમ, છેલ્લા કેટલાંક દિવસથી એક પછી એક પોલીસકર્મીની બદલી થઈ રહી છે. જેને લઈને પોલીસબેડામાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. પોલીસકર્મીઓમાં પણ અનેક સવાલો ઉભા થયા છે. જો કે, હજુ સુધી બદલી પાછળનું કારણ સામે આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય હજુ પણ કોરોનાની ઝપેટ છે. જેથી લોકહિતને ધ્યાનમાં રાખીને જરૂર પડતી જગ્યાએ પીલસકર્મીની બદલી થતી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.