- દિનપ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે
- 80 વર્ષિય મહિલા કમલા જીવનાણીએ કોરોનાને હરાવ્યો
- કોરોનાના હળવાં લક્ષણો જણાતા સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે રીફર કરાયા હતા
રાજકોટ: રાજકોટમાં દિનપ્રતિદિન કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈને સામાન્ય જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે. એવામાં રાજકોટમાં 21 દિવસના અવિરત સંઘર્ષ બાદ 80 વર્ષિય મહિલા કમલા જીવનાણીએ કોરોનાને હરાવ્યો છે અને પોતાના સુખી સંસારમાં હસતે મોઢે પરત ફર્યા છે. જેને લઈને આરોગ્ય કર્મીઓ અને વૃદ્ધાના પરિવારમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્રથમ ઘટનાઃ ફેફસા 90 ટકા ડેમેજ થઈ ગયા હતા, 119 દિવસની લાંબી સારવાર બાદ કોરોનાને આપી માત
80 વર્ષના વૃદ્ધાએ કોરોનાને આપી માત
કમલા જીવનાણીના પુત્રએ જણાવ્યું હતું કે, મારા મમ્મીને કોરોનાના હળવાં લક્ષણો હતા, એટલે અમે તેમનો એન્ટીજન ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવતા અમે મારા મમ્મીને સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. પરંતુ તેમને કોરોનાના હળવાં લક્ષણો જ જણાતા હોવાથી તેમને સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. કોરોનાના લક્ષણો તો તેમને સામાન્ય જ હતા, પરંતુ તેમની 80 વર્ષની ઉંમરના લીધે તેમની સારવાર લાંબી ચાલી હતી. આ લાંબા અને થકવી દેનારા સમયગાળા દરમિયાન સમરસના ડોકટર્સ, નર્સ, અન્ય કેરટેકર્સ વગેરેએ મારી મમ્મીનું ખૂબ ધ્યાન રાખ્યું હતું.