રાજકોટ: સ્થાનિક કોરોના સંક્રમણ અટકાવવા અને આ માટે પાયાના સ્તરે વધુ સક્ષમ કાર્યવાહી કરવા ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું. પંકજકુમારે રાજકોટ કોવિડ હોસ્પિટલની મુલાકાત સમયએ કંટ્રોલરૂમમાંથી આઈસોલેશન વોર્ડમાં ફરજ બજાવતા ડૉક્ટર્સ પાસેથી દર્દીઓને અપાતી સારવારની વિગતો જાણી હતી. આ તકે વોર્ડમાં દાખલ નિર્મલાબેન નામના દર્દીના ખબર અંતર પૂછ્યા હતા.
વેન્ટીલેટર, પી.પી.ઈ કીટ, પ્લ્સ ઓક્સીમીટર, દવાઓ, ઈન્જેકશન, વગેરે બાબતની પણ તેઓએ જાણકારી મેળવી હતી. દર્દીઓને આપવામાં આવતું ભોજન, દર્દીઓના સગાઓની રહેવા જમવાની વ્યવસ્થા, બાયોમેડીકલ વેસ્ટના નિકાલ માટેની વ્યવસ્થા વગેરે બાબતોની વિસ્તૃત પૂછપરછ કરીને વિગતો જાણી હતી. તંત્ર દ્વારા સારૂ આયોજન હાથ ધરવામાં આવ્યુ છે તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો. હોસ્પિટલમાં વિષય-વસ્તુની જરૂરીયાતને ધ્યાને લઈને આયોજન કરવા પંકજકુમારે સૂચન કર્યું હતું.
આ મુલાકાત સમયએ ઉદ્યોગ સચિવ ડૉ. રાહુલ ગુપ્તા, જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ સહિતના આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.