રાજકોટઃ જેતપુર નેશનલ હાઈવે રબારીકા ચોકડી પાસે આવેલી યોગીરાજ ટ્રેડિંગ નામની પેઢી બાયોડીઝલના નામે ભળતા પેટ્રોલિયમ પેદાર્થનું ગેરકાયદે ખરીદ વેચાણ અને સંગ્રહ કરતા હતા. આ પેઢીની તપાસણી મામલતદાર જેતપુર શહેર દ્વારા કરવામાં આવી હતી. ત્યારે પેઢી દ્વારા કોઈ પણ પરવાનગી કે લાયસન્સ વગર ગેરકાયદે વેપાર કરતા રૂપિયા 13,33,000/-નો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો. આ પેટ્રોલિયમ પેદાશ, કથિત બાયો-ડીઝલના નમૂના લઇને એફ.એસ.એલ.માં મોકલવામાં આવતા આ નમૂના ફેઇલ થયા હતા.
જ્યારે ગણેશ પેટ્રોલિયમ નામની પેઢી પણ બાયો ડીઝલના નામે ભળતા પેટ્રોલિયમ પેદાશનું ગેરકાયદેસર ખરીદ, વેચાણ અને સંગ્રહ કરતી હતી. આ પેઢીની તપાસ બાદ રૂપિયા 2,55,450/- નો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો હતો. આ પેઢીના માલિક મનીષભાઈ રમેશભાઈ કાનાણી અને યોગીરાજ ટ્રેડિંગ પેઢીના માલિક હિરેનભાઈ અરવિંદભાઈ કોશિયા બન્ને પેઢીના વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 ની કલમ 3 અને 7 તથા આઇપીસી કલમ 285 મુજબ જેતપુર સીટી મામલતદારે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.