ETV Bharat / state

રાજકોટમાં અપહરણના ગુનાનો આરોપી 4 વર્ષ બાદ ઝડપાયો - kidnapping in Rajkot

રાજકોટમાં વર્ષ 2016માં લગ્રની લાલચ આપીને ભગાડી ગયેલો આરોપી ઉત્તરાખંડમાંથી 4 વર્ષે ઝડપાયો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

રાજકોટ
રાજકોટ
author img

By

Published : Jul 4, 2020, 6:58 AM IST

  • રાજકોટમાં 4 વર્ષ બાદ અપહરણ કેસનો આરોપી ઝડપાયો
  • 16 વર્ષની દીકરીને ભગાડી ગયો હતો આરોપી
  • ટેક્નિકલ ટીમની મદદથી ઉત્તરાખંડમાંથી આરોપીની કરાઈ ધરપકડ

રાજકોટઃ શહેરમાં 4 વર્ષ પહેલા દિકરીને લગ્નની લાલચ આપીને છોકરીને ભગાડી ગયેલો આરોપીને પોલીસે આખરે ઝડપી પાડ્યો છે. આ આરોપીને પકડવા માટે પોલીસે અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ પોલીસના ચંગુલમાંથી બચી જતો હતો, પરંતુ આ વખતે ટેક્નિકલ ટીમની મદદ લઈને કડક મદદ લીધી હતી અને આખરે આરોપીને ઝડપી પાડ્યો હતો.

રાજકોટમાં અપહરણનો ગુનાનો આરોપી 4 વર્ષ બાદ ઝડપાયો

મળતી માહિતી પ્રમાણે, વર્ષ 2016માં એક શ્રમિકની 16 વર્ષની દિકરીને લગ્નની લાલચ આપીને ઉત્તરાખંડના નીરજ ક્રિપાલસિંહ બિશાત નામનો આરોપી દુષ્કર્મ કરવાના ઈરાદા સાથે ભગાડી ગયો હતો. રાજકોટ પોલીસ દ્વારા સતત ચાર વર્ષ સુધી આ આરોપીની શોધખોળ માટે 16 વખત અન્ય રાજ્યોમાં તપાસ માટે જવું પણ પડ્યું હતું, છતાં પણ ઈસમ હાથમાં ન આવતા પોલીસ દ્વારા કેસની તપાસ માટે ટેક્નિકલ ટીમ બનાવીને, તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટને આ કેસ માટે કામે લગાડવામાં આવી હતી. જેને લઈને પોલીસ દ્વારા આ ઈસમને ઉત્તરપ્રદેશના ગાજિયાબાદ જિલ્લાના ક્લોવ ગામ ખાતેથી ઝડપાયો હતો.

ઈસમ ઝડપાયા બાદ સતત ચાર વર્ષથી વધુ ચાલેલી તપાસનો અંત આવ્યો હતો. આ ગુનાનો ભોગ બનનારનો પરિવાર મજૂરી કરતો હતો. જેમની દીકરી શોધી અને તેમને આર્થિક મદદ કરીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.