- બાઈક સવાર ગોંડલથી જતા હતા વેજાગામ પોતાના ઘરે
- અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી થયો ફરાર
રાજકોટઃ જિલ્લાના ગોંડલના ગુંદાળા રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અજાણ્યા વાહનની હડફેટે બાઈક સવારનું મોત થયુ છે. અજાણ્યા વાહન અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત અને 2 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી છે.
![1 killed, 2 injured in accident on Gondal Gundala Road](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-02-gondal-accident-mot-photo-gj10022_13112020235328_1311f_1605291808_1059.jpg)
ગોંડલનો ગુંદાળા રોડ બન્યો અકસ્માત સંભવિત ક્ષેત્ર
અકસ્માત માટે કુખ્યાત બનેલા ગુંદાળા રોડ પર વારંવાર અકસ્માતના બનાવો સામે આવ્યા છે, ત્યારે દિવાળીના દિવસે અજાણ્યાં વાહન ચાલકે બાઈકને હડફેટે લેતા એકનું મોત થયું હતું. જાણવા મળતી વિગત મુજબ એક બાઈકમાં 3 વ્યક્તિ ગોંડલથી વેજાગામ જતા હતા.
અકસ્માતમાં 20 વર્ષીય યુવકનું મોત
આ અકસ્માતના બનાવમાં વેજાગામના 20 વર્ષીય યુવક સાગર મહિડાનું મોત નિપજ્યું હોવાની વિગતો સામે આવી છે. આ સાથે પ્રદીપ મહિડા અને કિશોર મહીડાને ઇજા થતાં ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા, બાદ વધુ સારવારની જરુર હોવાથી રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
સીટી પોલીસે તપાસ હાથ ધરી
ગુદાળા રોડ પર સર્જાયેલા અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. ગોંડલ સીટી પોલીસે આ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.