રાજકોટઃ રાજકોટ શહેરના રુખડીયાપરામાં ત્યજાયેલું બાળક મળી આવવાની ઘટના સામે આવી છે. જ્યારે જાગૃત નાગરિકે બાળકી અવાવરુ જગ્યાએ બિનવારસી હાલતમાં પડી હોવાની જાણ રાજકોટ પોલીસને કરત પોલીસ અને 108ની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી. હાલ પોલીસ દ્વારા આ બાળકીને કોને ત્યજી છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.
બિનવારસી હાલતમાં મળી બાળકી : રાજકોટના રૂખડીયાપરા વિસ્તારમાં બિનવારસી હાલતમાં એક નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે બિનવારસી મળી આવેલી બાળકીનો જન્મ એક બે દિવસ પહેલા જ થયો હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. બીજી તરફ રાજકોટ પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે કે આ બાળકીને અહીં રુખડીયાપરામાં કોણ મૂકી ગયું છે. તેમજ ક્યાં કારણોસર બાળકીને ત્યજી દેવામાં આવી છે. હાલ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો Surat Crime: સુરતમાં મહિલા રોડ પર જ ભ્રૂણને તરછોડીને પુરુષ સાથે થઇ ફરાર, ઘટના CCTVમાં થઇ કેદ
બાળકીનો રડવાનો અવાજ આવતો હતો : રૂખડીયાપરા વિસ્તારમાં આ બાળકીને નજરે જોનાર વિલિયમ્સ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે હું આ વિસ્તારમાં 11:00 વાગે અહીંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન બાળકીનો રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. જેને લઇને મેં આ બાળકીને અહીં બિનવારસી હાલતમાં જોઈ હતી. ત્યારબાદ મે આસપાસના વિસ્તારવાસીઓને આ અંગેની પૂછપરછ કરી હતી. જેમને આ અંગે ખબર નહીં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ મે 15થી 20 મિનિટ રાહ જોઈ પરંતુ કોઈ બાળકી લેવા આવ્યું નહોતું. જેને લઈને મેં આ અંગેની રાજકોટ પોલીસ તેમજ 108ની ટીમને જાણ કરી હતી. પોલીસ અને 108ની ટીમ દ્વારા બાળકીને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
આ પણ વાંચો Surat : હોસ્પિટલમાં એક દિવસના નવજાત શિશુને છોડી માતા પિતા જતા રહ્યા
પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી : રૂખડીયાપરા વિસ્તારમાં બાળકી મળી આવવાને પગલે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા આસપાસના વિસ્તારવાસીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ વિસ્તારમાં સીસીટીવી લગાવવામાં આવ્યા હોય તેને લઈને સીસીટીવી પણ પોલીસ દ્વારા ચકાસવામાં આવી રહ્યા છે. ત્યારે હવે પોલીસ દ્વારા બાળકીના વાલીવારસ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.