- ગોંડલ શૈક્ષણિક સંસ્થાના સંચાલક વેલજીદાદા સરદાર વલ્લભભાઈ પટેલની કરે છે આરતી
- હું સરદાર વલ્લભભાઈ પટેલને પ્રત્યક્ષ મળી શક્યો નથીઃવેલજીદાદા
- આઝાદી પછીની એક પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કોઇ શૈક્ષણિક જ્ઞાન નહી
રાજકોટઃ ગોંડલ તાલુકાના દેવચડી ગામના વેલજીદાદા જે ગોંડલ શૈક્ષણિક સંસ્થાના સંચાલક છે. જે 50 વર્ષથી સરદાર વલ્લભભાઈ પટેલની આરતી અને પૂજા કરે છે. વેલજીદાદાએ 16 થી 17 વર્ષની ઉંમરથી જ સરદાર સાહેબને આદર્શ તરીકે સ્વીકારેલા અને 20 વર્ષની ઉંમરથી જ સરદાર વલ્લભભાઈ પટેલની પૂજા અર્ચના કરવાનું શરૂ કર્યુ હતુ.
વેલજીભાઈ ઘોણીયા કરે છે સરદાર વલ્લભભાઈની પૂજા
ગોંડલ નેશનલ હાઇવે પર આવેલા જય સરદાર શૈક્ષણિક સંકુલના વેલજીભાઈ ઘોણીયા જેને વેલજીદાદા તરીકે ઓળખવામાં આવે છે. જૂન 1995 થી પોતાના કર્મક્ષેત્રેમાં પણ ઈશ્વર મંદિરમાં સરદાર વલ્લભભાઈની પૂજા અર્ચના શરૂ કરેલી વર્ષ 2010માં શાળા પરિસરમાં પધારેલા BAPSના સંત ડૉક્ટર સ્વામી પણ ઠાકોરજી સાથે સરદાર સાહેબને મંદિ રમાં જોઈને અભિભૂત થઈને આર્શિવચન આપેલા હતા.
ETV ભારત સાથે વેલજીદાદાએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ખરેખર મારા દુર્ભાગ્ય કહેવાય કે હું સરદાર વલ્લભભાઈ પટેલને પ્રત્યક્ષ મળી શક્યો નથી પરંતુ તેમના વિશે લખાયેલા પુસ્તકો લેખો અવારનવાર વાંચુ છે અને તેમાંથી પ્રેરણા લઇ હું તેમને ભગવાનનો અવતાર જ માની રહ્યો છું. રોજિંદા ભગવાનની સાથે સાથે છેલ્લા પચાસ વર્ષથી સરદાર વલ્લભભાઇ પટેલનું પણ પૂજન અર્ચન કરી રહ્યો છું.
આઝાદી પછીની એક પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે કોઇ શૈક્ષણિક જ્ઞાન મળ્યું જ નથી તેના ઘણા કારણો હોઈ શકે છે. તેમાં હાલ ઊંડા ઊતરવાની જરૂર નથી પરંતુ અમારા દ્વારા વર્ષ 1995થી શૈક્ષણિક સેવા આપવામાં આવી રહી છે.
દરેક સંસ્થાના નામ સરદાર સાથે છે જોડાયેલા
દરેક સંસ્થાના નામ સરદાર સાથે અવશ્યથી જોડાયેલા છે. અમારી સંસ્થા જય સરદાર શૈક્ષણિક સંકુલ, જય સરદાર પ્રાથમિક શાળા, જય સરદાર હાઇસ્કુલ તેમજ જય સરદાર છાત્રાલયમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને તેઓને અવતાર પુરૂષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે જ્ઞાન પીરસવાનું કાર્ય કરી રહ્યા છીએ. અમારા મિત્ર વર્તુળની સંસ્થાઓમાં પણ જય સરદારના નામથી જ શૈક્ષણિક સંસ્થાઓ ચાલી રહી છે. ગોંડલ અને ગોંડલ તાલુકાના મોટા મહીકા, દેવચડી, માંડણકુંડલા, ચાવંડી સહિતના ગામોમાં પણ જય સરદાર'ના નામે શિક્ષણ સંસ્થાઓ કાર્યરત છે.