રાજકોટઃ માલવિયા નગર પોલીસ મથકની મહિલાએ રૂ.10,000ની લાંચ લેતા ચડી ગઈ છે. (Rajkot woman ASI caught taking a bribe) જ્યારે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં આ મહિલા ASI રંગે હાથે રૂપિયા 10 હજારની લાંચ લેતા (Rajkot woman ASI bribe ten thousand ઝડપાઇ છે. જ્યારે રાજકોટમાં મહિલા પોલીસ ASI લાંચ લેતા ઝડપાતા હાહાકાર મચી જવા પામ્યો છે. હાલ સમગ્ર મામલે રાજકોટ એસીબી દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

મહિલા AIS રૂ.10 હજારની લાંચ ઝડપાઇ: મહિલાએ રૂ.10,000ની લાંચ લેતા ઝડપાતા ચકચાર મચી છે. આ કામના ફરીયાદી તથા તેમના પતિ તથા અન્ય વિરૂધ્ધમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં મારામારી અંગેનો ગુન્હો દાખલ થયેલો તે ગુન્હાના કામે ફરીયાદિના પતિને અટક કરવાના બાકી હોય ફરીયાદી આ ગુન્હાની તપાસ કરનાર મહિલા એ.એસ.આઇ. ગીતાબેનને મળતા તેઓએ ફરીયાદીને તેઓના પતિ હાજર થયેથી લોક-અપમાં નહીં રાખવાની બાંહેધરી તો આપી હતી, સાથે જ માર નહીં મારવાના તથા તુરંત જ જામીન પર મુક્ત કરી દેવાના અવેજ પેટે રૂ.20,000/- ની લાંચની માંગણી કરી હતી. (Rajkot police corruption case)
આ પણ વાંચો: અજાણ્યા પુરુષો સાથે સબંધ રાખતી પત્નિનું ગળુ કાપી પુત્રીનુ પણ ગળુ ડાબી દીધુ
ફરિયાદી પાસે અગાઉ રૂ.10 હજાર લઈ લીધા: જ્યારે આ મામલે મહિલા ASI દ્વારા અગાઉ ફરીયાદી પાસેથી રૂ.10,000 લઇ લેવામાં આવ્યા હતા. તેમજ બાકી રહેલ રૂ.10,000/- ની રકમ આજે આક્ષેપિતને ફોન કરી આપવા જવા અંગેનો વાયદો થયો હતો. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ત્યારે એ.સી.બી. પોલીસ સ્ટેશન. રાજકોટ શહેર ખાતે આવી ફરીયાદીએ પોતાની ફરીયાદ જાહેર કરી હતી. જે ફરીયાદીની ફરીયાદ આધારે માલવીયાનગર પોલીસ સ્ટેશન દ્વારા એક છટકુ ગોઠવવામાં આવ્યુ હતું. (Rajkot anti corruption bureau trap)
આ પણ વાંચો: 7 વર્ષથી ATMમા વૃદ્ધોને શિકાર બનાવી મુંબઈમાં બાર ડાન્સરોને નચાવતો ઠગ
એસીબી દ્વારા છટકુ ગોઠવી ઝડપી પાડી: રાજકોટ શહેર ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિત પંચ-1ની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી મળવા બોલાવ્યા હતા. જે મુજબ લાંચની રકમ માંગી પણ હતી અને સ્વીકારી પણ હતી. જો કે આ દરમિયાન જ મહિલા ASI રંગે હાથે રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. જેથી લાંચ રુશ્વત વિરાધી શાખાએ તેમની કાયદેસરની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.