ETV Bharat / state

રાજકોટમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં કરાઈ રક્ષાબંધનની અનોખી ઉજવણી - Samras hostel in rajkot

આ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે ઘણા દર્દીઓ એવા જોવા મળ્યા કે, જેઓ જીવનમાં પહેલી વાર પોતાના ભાઈ કે બહેનથી દૂર રહીને રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ઉજવી શકે તેમ નથી. પરંતુ રાજકોટના સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત કોરોનો કેર સેન્ટરના આઇસોલેશનમાં રહેલા દર્દીઓ માટે સેવાભાવી ફરજનિષ્ઠ સ્ટાફ દ્વારા રક્ષાબંધનની ઉજવણી થઈ શકે તે માટેનું સુચારૂ આયોજન કરવામાં આવ્યુ હતુ.

રાજકોટમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં કરાઈ રક્ષાબંધનની અનોખી ઉજવણી

author img

By

Published : Aug 3, 2020, 10:57 PM IST

રાજકોટ: દિલીપભાઈ વિનોદરાય લાઠીગરા કે જેઓ છેલ્લા 10 દિવસથી રાજકોટમાં આવેલી સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે. રક્ષાબંધનના પ્રસંગે તેમણે જણાવ્યું કે, “ઘર અને પરીવારથી દુર અને કોરોના કેર સેન્ટરમાં હું કેમ રક્ષાબંધન ઉજવીશ? આ વિચારથી મનોમન મુંઝવણ અનુભવતો હતો. પરંતુ આરતીબેન અને તેની ટીમના સભ્યોએ આવીને સવારમાં જ અમને રાખડી બાંધી દીધી અને મોઢું મીઠુ કરાવ્યું હતું."

રાજકોટમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં કરાઈ રક્ષાબંધનની અનોખી ઉજવણી
રાજકોટમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં કરાઈ રક્ષાબંધનની અનોખી ઉજવણી

વધુમાં જણાવ્યું કે, મને મારી બહેન અને દિકરીની યાદ આવતા હું થોડીવાર રડી પડ્યો હતો. હું આ મેડીકલ સ્ટાફને અંતરથી આર્શિવાદ આપુ છું કે, આવી વ્હાલી બેન કે દિકરી ભગવાન દરેક વ્યક્તિને આપે, જે પારકાને પણ પોતાના બનાવી જાણે છે. મારા જીવનના છેલ્લા ૫૮ વર્ષમાં પ્રથમ વખત મને બીજી કોઈ વ્યક્તિએ રાખડી બાંધી હતી.

સેનેટરી ઈન્સ્પેક્ટર અને સુપરવાઈઝર આરતીબેન જણાવે છે કે, કોવિડ કેર સેન્ટર-રાજકોટ ખાતે છેલ્લા એકાદ મહિનાથી ફરજ બજાવું છું. મારા માટે મારી ફરજ એ મારી પ્રાથમિકતા છે. આજે મોર્નિંગથી હું ડ્યુટીમાં છું. મે મારા ભાઈઓને રાખડી નથી બાંધી સમય મળે ત્યારે હું અને મારો પરિવાર રક્ષાબંધન ઉજવશું. મારી જીંદગીનો આ પ્રથમ કિસ્સો છે કે, મે મારા સગાભાઈ સિવાય અન્ય કોઈને ભાઈ માનીને રાખડી બાંધી હોય. પણ આજે મે કોવિડ સેન્ટર ખાતે મેં એક દાદાને રાખડી બાંધી ત્યારે તેઓ રડી પડ્યા હતા. તેમણે કહ્યું કે તેમને તેની બહેન અને દિકરીની યાદ આવી ગઈ જે દર વર્ષે તારી જેમ જ રાખડી બાંધી દેતા. તારો આભાર દિકરી. આ શબ્દો મારા માટે યાદગાર બની રહેશે.

કોરોના કેર સેન્ટરમાં સારવાર લઇ રહેલા ઈમ્તિયાઝ ભાઈ સત્તારભાઈ જણાવે છે કે, મને કોરોના થયો છે અને મારો પરિવાર ક્વોરેન્ટાઈન છે. મારા બે બહેનો આ દુનિયામાં નથી ત્રીજા બહેન બહારગામ રહે છે. કોરોનાના સમયમાં એ પણ મારા ઘરે આવી શકે તેમ નથી. એવા સમયે આજે આરતી બહેન અને તેની ટીમના સભ્યો પી.પી.ઈ. કીટમાં આવીને મને રાખડી બાંધી દીધી અને મને મોઢું મીઠું કરાવ્યું. અંતરમાં જે ખુશી થઈ છે તેના શબ્દો નથી. અમને તો આવા સેવાભાવી બહેન મળ્યા છે અમે કોરોનાથી નિશ્ચિત સાજા થઈ જશુ.

આ સમગ્ર વ્યવસ્થાપનમાં પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈ, નોડલ અધિકારી વિશાલભાઈ કપુરીયા, નોડલ મેડીકલ ઓફિસર તથા નર્સિંગ અને પેરામેડિકલ સ્ટાફના ઉત્સાહ અને સધન પ્રયાસોના કારણે સારવાર લઈ રહેલા 48 જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓના ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.