- ગોંડલમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનું પૂતળું સળગાવવામાં આવ્યું
- વિરોધ પ્રદર્શનના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
- સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા ફોટા આધારિત ગોંડલ સિટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
રાજકોટઃ તાજેતરમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા મહંમદ પયગંબર સાહેબનું વિવાદિત કાર્ટુન દેખાડી મુસ્લિમ સમૂદાયની લાગણીને ઠેસ પહોંચાડતું નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારે ગોંડલમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિનું પૂતળું સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જેના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. સોશિયલ ડિસ્ટનસ, માસ્ક વગર સાથે સક્ષમ અધિકારીની પરવાનગી પણ લેવામાં આવી ન હતી. જેથી12 શખ્સો વિરુદ્ધ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
12 શખ્સો વિરુદ્ધ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
સાબીર શકીલભાઈ નાગાણી, રમીઝ હનીફભાઈ ખલીફા, અહેમદ હારૂનભાઇ તબાણી, ઇદ્રીશ હુસેનભાઈ મકવાણા, સમીર ઉર્ફે મુરીદ અઝહરુદ્દીન ખાટકી, રફીક મજીદભાઈ તૈલી, દિલાવર ગફાર ભાઇ રાઠોડ, અલવાજ હનીફ ભાઈ પઠાણ, નાસીર ગુલામ ભાઈ ગૌર, મયુદ્દીન ગફારભાઈ ગૌરી, મહંમદ રજાકભાઈ શાયરા, સોહીલખાન સલીમ ખાન પઠાણ સહિતનાઓએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું પૂતળું સળગાવી એકઠા થઈ વિરોધ પ્રદર્શન કર્યો હતો.
જાહેરનામાના ભંગ બદલ પોલીસની કાર્યવાહી
સોશિયલ ડિસ્ટનસ અને માસ્ક પહેર્યા વગર સાથે સક્ષમ અધિકારીની પરવાનગી પણ લેવામાં આવી ન હતી. જાહેરનામાનો ભંગ કરતા પોલીસે આઈપીસી કલમ 188, 269, 114 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.