ETV Bharat / state

કોરોનાની મહામારી વચ્ચે પણ રાજકોટ મનપાની પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ - મહાનગર પાલીકા

કોરોના વાઈરસ અને લોકડાઉન વચ્ચે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ-મોન્સુન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોમાસાના સમયે RMCની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Rajkot municipal corporation
રાજકોટ મહાનગર પાલીકા
author img

By

Published : May 4, 2020, 3:19 PM IST

રાજકોટ: હાલ સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, લોકો કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે ઘરે જ રહી પોતાનું યોગદાન આપી રહ્યા છે. આવનારા સમયમાં ચોમાસાની ઋતુને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારથી જ પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રિ-મોન્સુન કામગીરી લગતા વિવિધ મુદ્દાઓની ચર્ચા અને આયોજન કરવા અંગે સોમવારે મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા મનપાની વિવિધ શાખાના સંબધિત અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી.

Rajkot municipal corporation
રાજકોટ મનપાની પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ

આ બેઠકમાં રાજકોટના ત્રણેય ઝોનના નાયબ કમિશનર, આરોગ્ય અધિકારી, સુરક્ષા અધિકારી, ટાઉન પ્લાનિંગના અધિકારીઓ, SWMના અધિકારીઓ, ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમા વિવિધ મુદ્દાઓ અંગે આવનારા સમયમાં શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવા અંગે સંબધિત અધિકારી પાસેથી કમિશ્નર દ્વારા માહિતી મેળવવામાં આવી હતી.

Rajkot municipal corporation
રાજકોટ મનપાની પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ

ચોમાસા દરમિયાન આવનારા પડકારોનો અત્યારથી જ સામનો કરવા રાજકોટ મહાનગરપાલિકા તૈયાર રહે, આ અંગે અત્યારથી પ્રિ-મોન્સુન કામગીરીની તૈયારી શરૂ કરવા જવાબદાર શાખાના અધિકારીઓને માહિતી આપી હતી.

Rajkot municipal corporationRajkot municipal corporation
રાજકોટ મનપાની પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ
મુખ્યત્વે પીવાના પાણીને લગતી ફરિયાદો તથા તેના નિકાલના આયોજન, જાહેર માર્ગોમાં પાણીને અવરોધતા ગેરકાયદેસર બાંધકામો, રસ્તા પરના દબાણો, જોખમી હોર્ડીંગની માહિતી, ભયગ્રસ્ત મકાનોનો સર્વે તથા ધોરણસરની કાર્યવાહી, જાહેર માર્ગો, બગીચાઓ વિગેરે જગ્યાના જોખમી વૃક્ષોનો સર્વે તથા ધોરણસરની કાર્યવાહી, ભયગ્રસ્ત તેમજ તુટી પડે તેવા પોલ, ઇલેક્ટ્રીક કેબલ વગેરેની માહિતી તેમજ ભારે વરસાદ, વાવાઝોડા સમયે વિદ્યુત પુરવઠો ન મળે ત્યારે તેની અવેજીમાં ડિઝલ જનરેટર વગેરેની વ્યવસ્થા, રસ્તા પરના ખાડા, ખુલ્લા મેન હોલ વિગેરે બંધ કરાવવાની કાર્યવાહી, GSDMA દ્વારા ERC માટે ફાળવેલા તથા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસીઝ હસ્તકના વાહનો તથા સાધનોની વિગત તેમજ તેને ચાલુ સ્થિતિમાં રાખવા અંગે કરવાની થતી કાર્યવાહી, અતિવૃષ્ટિના સમયે ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે ડી-વોટરીંગ પંપની વ્યવસ્થા, પંપ વિક્રેતાઓની યાદી-ફોન નંબર, ઉપલબ્ધ પંપની વિગત, વરસાદનું સતત મોનીટરીંગ, આંકડા મેળવી, ચકાસીને તંત્રવાહકોને માહિતગાર કરવા, વેબસાઈટ તથા એલ.ઈ.ડી. બોર્ડ પર મુકવા તેમજ આઈ.સી.સી.સી.માં મોનીટરીંગ કરવું વગેરેની ચર્ચા કરવામાં આવી હતી.
Rajkot municipal corporation
રાજકોટ મનપાની પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ

આ ઉપરાંત શહેર આસપાસના વિસ્તારો, ગામોમાં રહેતા તરવૈયાઓની નામ, સરનામા, ફોન નંબર સાથેની યાદી અદ્યતન કરવી, શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવા તથા તેના તાત્કાલિક નિકાલના આયોજનની વિગતો, વર્ષ-2019માં જુદા-જુદા વિસ્તારો, માર્ગો વગેરે, પર પાણી ભરાવાની મળેલી ફરિયાદોની માહિતી પરથી આયોજન, પૂર, વાવાઝોડું વગેરે, કુદરતી આપત્તિ સમયે ચેતવણી વગેરે, તેમજ જાન-માલ બચાવની કામગીરી, વાહન વ્યવસ્થા, બોટ વ્યવસ્થા, સ્થળાંતરની કામગીરી, સુરક્ષિત આશ્રયસ્થાનની વ્યવસ્થા વગેરે કામગીરી, આશ્રયસ્થાનોમાં ફુડ પેકેટ, પીવાનું પાણી, જીવન રક્ષક દવાઓ, રસીઓ, ક્લોરીન ટેબલેટ, જંતુનાશક દવાઓ તેમજ સફાઈ વગેરેની વ્યવસ્થાનું આયોજન અને કોલ સેન્ટર ઉપરાંત ફરીયાદો માટે કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવી, કન્ટ્રોલ રૂમ ખાતે માણસો, ટેલિફોન, વાહનો, મજુરો, સાધનો વગેરેની વ્યવસ્થા અંગે ગહન ચર્ચા કરી આયોજન ઘડવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.