- રાજકોટમાં 10 કિલોગ્રામ સોનાની છેતરપિંડી મામલો
- લેણા વધી જતા છેતરપિંડી કરવાનો ખુલાસો
- અમદાવાદના પણ 2 કિલો સોનાની છેતરપિંડી કરી હત
રાજકોટઃ તાજેતરમાં રાજકોટના (Rajkot)સોની બજારમાં(Sony Bazaar, Rajkot) અલગ અલગ સોની વેપારીઓ પાસેથી 10 કિલોગ્રામ જેટલું સોનું (10 kilograms of gold) લઈ જઈને તેમની સાથે છેતરપિંડી કરવાની ઘટના સામે આવી હતી. જે મામલે રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં (Rajkot Division Police Station)ફરિયાદ પણ નોંધાઇ હતી. ત્યારે આ મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જ્યારે આ મામલે અંદાજીત 10 કિલો જેટલું સોનુ પણ શખ્સ પાસેથી ઝડપાયું હતુ. પોલીસ દ્વારા સમગ્ર કેસને ગણતરીના કલાકોમાં ઉકેલી નાખવામાં આવ્યો હતો અને આ મામલે આરોપી તેજસ ઉર્ફ બોબી સિરિષભાઈ રાણપરાની (Bobby aka Tejash)ધરપકડ કરી તમામ સોનાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આરોપી છેલ્લા 8 વર્ષથી રાજકોટમાં વેપાર કરતો
રાજકોટ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેજસ ઉર્ફ બોબી છેલ્લા 8 વર્ષથી રાજકોટના સોની બજારમાં વેપાર કરે છે. તેમજ 8વર્ષથી વેપાર કરતો હોવાના કારણે સોની વેપારીઓ પણ તેને સારી રીતે ઓળખતા હતા અને તેની સાથે સોના સહિતની વસ્તુઓની લેણદેણ કરતા હતા. જ્યારે આ 10 કિલો સોનુ પણ તેને અલગ અલગ વેપારીઓ પાસેથી જ ઘરેણાં બનાવા માટે લીધું હતું અને ત્યારબાદ છેતરપીંડી આચરી હતી.
બોબીએ અન્ય પાસેથી ઉછીના રૂપિયા લીધા
બોબી ઉર્ફ તેજશને રૂપિયાની જરૂરિયાત હતી અને તેને અન્ય લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હોવાનું પોલીસને જણાવ્યું હતું. જ્યારે આ પૈસા પરત કરવા માટે રાજકોટના અલગ અલગ સોનીઓ પાસેથી સોનુ અને રોકડ રૂપિયા લીધા હતા ત્યારબાદ છેતરપીંડી આચરી હતી. જેને લઈને રાજકોટ એ ડિવિજન પોલીસ મથકમાં બોબી વિરુદ્ધ ફરિયાદ થતા પોલીસે તાત્કાલિક ટેક્નિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપી વર્ષ 2013-14માં પણ અમદાવાદના ખાડિયા વિસ્તારમાંથી પણ 2 કિલો સોનાની છેતરપિંડી આચરી હતી.
આ પણ વાંચોઃ નર્મદા નદીમાં વધતા જતા પ્રદૂષણને લઇ ગુજરાત હાઇકોર્ટ ચિંતિત, ગ્રીન ટ્રિબ્યુનલ પશ્ચિમ બેચને સોંપ્યો કેસ
આ પણ વાંચોઃ કોર્પોરેશન વિસ્તારમાં 1 વર્ષમાં 1 લાખ 22 હજાર જેટલા બાળકોને ન્યુમોકોકલ કોન્જુગટ વેક્સીન અપાશે