રાજકોટ: ઉપલેટામાં આવેલ ડુમીયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ આ છે સીયારામ (man from Chhattisgarh in Rajko)હોટેલ કે જ્યાં આજથી અગિયાર વર્ષ પહેલા એક ભિક્ષુક અને માનસિક અસ્થિર જેવો દેખાતો એક વ્યક્તિ હોટલ ખાતે ( Missing person from Chhattisgarh)રખડતો આવી પહોંચ્યો હતો. ઉપલેટાની આ સીયારામ હોટેલમાં આવતા ભિક્ષુકોને સાધુ તેમજ ફકીરોને જ્યારથી આ હોટલ શરૂ કરવામાં આવી ત્યારથી વિનામૂલ્યે પેટભર જમાડવામાં આવે છે અને માનવતા જીવે છે એ સુત્રને સાર્થક કરવામાં આવે છે.
રેહવા અને જમવાની વ્યસ્થા કરી આપી - આ હોટેલના માલિકે હોટલ પાસે આવેલ વ્યક્તિને બોલાવી અને તેમને જમાડ્યો હતો જે બાદ આ હોટલ ખાતે આવી પહોંચેલા આ વ્યક્તિની સ્થિતિ જોતા તેમને માનસિક અસ્થિત દેખાતો હતો ત્યારે હોટલના માલિક પ્રવીણભાઈએ ખરાબ હાલતમાં દેખાતા વ્યક્તિની સ્થિતિ સરખી કરવા તેમને સંપૂર્ણ સ્વસ્થ કરી અને તેમની દેખાતી ખરાબ સ્થિતિને સુધારી હતી જે બાદ આ વ્યક્તિને પોતાને ત્યા આશરો આપ્યો હતો ત્યારે આ પરથી એક કહેવત પણ સાર્થક થઇ છે કે “આશરો આહીરનો” તે કહેવતને હોટલના માલિકે સાબિત કરીને માનસિક અસ્થિર મગજના આ વ્યક્તિને પોતાને ત્યાં રેહવા અને જમવાની વ્યસ્થા કરી આપી હતી.
હોટલના સૌ કોઈ વ્યક્તિઓ રાજુ તરીકે બોલાવતા - હોટલ ખાતે આવેલ આ વ્યક્તિને હોટલના સૌ કોઈ વ્યક્તિઓ રાજુ તરીકે બોલાવતા અને ઓળખતા હતા કારણકે આ વ્યક્તિ પોતે કોણ છે અને ક્યાંથી આવ્યો છે અને તેમના પરિવારમાં કોણ-કોણ છે એ કોઈ પણ બાબત સ્પષ્ટ રીતે બતાવી કે જણાવી નતો શકતો જેથી આ હોટલના માલિકે તેમને રહેવા, જમવા સહિતની તમામ સુવિધાઓ પોતાની હોટેલમાં આપી હતી.
આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશથી દોઢ વર્ષ પૂર્વે ગુમ થયેલા વૃદ્ધનું સોમનાથની સંસ્થાએ પરિવાર સાથે મિલન કરાવ્યું
વ્યક્તિની માનસિક સ્થિતિ સારી ના હતી - હોટેલમાં આવ્યા બાદ અહિયાં જ રહેતા અને રાજુ તરીકે ઓળખતા વ્યક્તિની માનસિક સ્થિતિ સારી ના હતી. આ વ્યક્તિ ક્યારેક અતિ ક્રોધિત થઇ જતો જે બાદ આ હોટલના સૌ કોઈ તેમને માનવતા અને સમજાવતા અને શાંત પાડી દેતા હતા ત્યારે આ રાજુ તરીકે અહી રહેતા વ્યક્તિ ધીમે-ધીમે સૌ કોઈ સાથે રહેવા લાગ્યો હતો છેલ્લા અગિયાર વર્ષથી તે આ હોટલ ખાતે રહેતો હતો.
વ્યક્તિ છાત્તીશગઢ હોવાનું સામે આવ્યું - ઉપલેટાની આ હોટલ ખાતે રાજુ તરીકે ઓળખાતો વ્યક્તિ છાત્તીશગઢ રાજ્યના બીલાશપુર જિલ્લાના મસ્તુરી તાલુકાના મળાઈ ગામના હોવાનું સામે આવ્યું હતું. જે બાબતે હોટલના અન્ય એક માલિકે ગૂગલે ટેકનોલોજીની મદદથી તપાસ અને સંસોધન શરૂ કરેલ હતું. મોબાઈલની દુકાનના માલિકનો સંપર્ક થયા બાદ તેમનો સંપર્ક કરેલ હતો જે બાદ તેમની મદદ માંગવામાં આવી હતી. આ દુકાનદારે પોતાની દુકાન બંધ કરી દીધેલ હોવાનું સામે આવ્યું હતું જે બાદ આ વ્યક્તિએ મળાઈ ગામના સ્થાનિક વ્યક્તિનો સંપર્ક સાધી આપ્યો હતો. જે બાદ આહી ઉપલેટા હોટેલમાં રાજુ તરીકે ઓળખતા વ્યક્તિના ફોટાઓ તેમને સોશયલ મીડિયાના માધ્યમથી મોકલ્યા હતા.
18 વર્ષ પહેલા ભૂલો પડી ગયો - તેમના પરીવા પાસેથી જાણવા મળ્યું કે આ વ્યક્તિ માનસિક અસ્થિર મગજનો છે અને પોતાના ઘરેથી અંદાજીત 18 વર્ષ પહેલા ભૂલો પડી ગયો હતો. ત્યારે માનસિક અસ્થિર આ વ્યક્તિના પરિવાર વિષે એવી વિગતો સામે આવી છે કે આ સનત કુમાર સાહુ પરણિત છે અને જયારે તે પોતાના ઘરેથી વિખુટા પડી ગયા હતા ત્યારે તેમને બે સંતાનો હતા જેમાં એક સંતાનતો માત્ર દસ મહિનાનું જ હતું.
આ પણ વાંચોઃ 10 વર્ષ બાદ યુવતીને અમદાવાદ પોલીસ પરિવાર સાથે મિલન કરાવશે
પરિવાર સાથેના મિલન - પરિવારે જણાવ્યું હતું કે આ વ્યક્તિને શોધવા માટે પરિવારે અંદાજીત ત્રણ વર્ષ સુધી સખત મહેનત કરી હતી. જે બાદ પણ તેમને કોઈ પતો ના મળ્યો હતો. 18 વર્ષ બાદ છાત્તીશગઢ રાજ્યના બીલાશપુર જીલ્લાના મસ્તુરી તાલુકાના મળાઈ ગામના સનત કુમાર સાહુ ગુજરાતના રાજકોટ જિલ્લાના ઉપલેટાના ડુમીયાણી ટોલ પ્લાઝા પાસે આવેલ સીયારામ હોટેલ ખાતેથી મળી આવ્યા બાદ તેમના પરિવારના સદસ્યો તેમને લેવા માટે તુરંત આવી પહોંચ્યા હતા ત્યારે પરિવાર સાથેના મિલન સમયે હોટલ માલિક અને સ્ટાફ તેમજ સનત કુમાર સાહુના પરિવારના સદસ્યો ભાવુક થયા હતા.