રાજકોટ રેલવે તંત્ર દ્વારા બુધવારે ખૂબ જ ભવ્ય રીતે 64માં રેલ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ રેલવે મંડળના DRM પી.બી નિનાવા દ્વારા રેલવેના અલગ-અલગ વિભાગમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર 62 કર્મચારીઓને વ્યક્તિગત અને 16 જેટલા ગ્રુપ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.
![rjt](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3044659_rajkot-2.jpg)
![rjt](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3044659_rajkot.jpg)
આ સાથે જ રાજકોટ રેવલે મંડળને વર્ષ 2018-19માં વીજળીની ઉર્જા બચાવવા માટે પશ્ચિમ રેલવે મંડળ દ્વારા એફિશયન્સી શિલ્ડ સયુંક્ત રૂપથી મુંબઈ મંડળની સાથે પ્રાપ્ત થયું છે. તે અંગેની ઓન માહિતી જાહેર કરવામાં આવી હતી. રાજકોટમાં રેલવે તંત્ર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં રેલવેમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
![rjt](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/3044659_rajkot-3.jpg)