ETV Bharat / state

ગોંડલના શિવરાજગઢ ગામમાં યુવક અને યુવતીએ આત્મહત્યા કરી

ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામમાં માત્ર 12 કલાકના અંતરે જ યુવક અને યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા શિવરાજગઢમાં અરેરાટી વ્યાપી હતી. આ ઘટના અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગોંડલના શિવરાજગઢ ગામમાં યુવક અને યુવતીએ આત્મહત્યા કરી
ગોંડલના શિવરાજગઢ ગામમાં યુવક અને યુવતીએ આત્મહત્યા કરી
author img

By

Published : Jun 25, 2020, 8:23 PM IST

રાજકોટ: ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામમાં રહેતા, અનાજની દુકાન તેમજ સોલાર રૂફ ટોપ એજન્સીમાં પોતાના ભાઈને મદદ કરતા રૂદ્રેશ્વરસિંહ મનુભા જાડેજાએ (ઉંમર વર્ષ 23) કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આ ઘટનાને હજી 12 કલાક પણ થયા ન હતા, ત્યાં મિરાલી મુકેશભાઈ વોરા (ઉંમર વર્ષ 20) એ પણ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ લેતા શિવરાજગઢ ગામમાં અરેરાટી વ્યાપી હતી.

ગોંડલના શિવરાજગઢ ગામમાં યુવક અને યુવતીએ આત્મહત્યા કરી
ગોંડલના શિવરાજગઢ ગામમાં યુવક અને યુવતીએ આત્મહત્યા કરી

આ ઘટનાની તપાસ તાલુકા પોલીસના જમાદાર જે.વી. વાળાએ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રૂદ્રેશ્વરસિંહ પરિવારમાં બે ભાઇમાં નાના હતા અને થોડા સમય પહેલાં જ તેની સગાઇ થઇ હતી. જ્યારે મિરાલી તેના પરિવારમાં મોટી હતી અને રાજકોટની કોલેજમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા કડિયા કામ કરવાની સાથે લાદી ઘસવાનું કામ કરતા હતા. યુવક યુવતીના આત્મહત્યાના પગલાનું કારણ જાણવા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.