રાજ્યમાં નાગા બાવાનો ડ્રેસ પહેરીને પોતે મહાન સંત છે, એવો માહોલ ઉભો કરી જે-તે જિલ્લાઓમાં જઈને લોકોને વિશ્વાસમાં લઈને તેને લૂંટતા ચાર ઈસમોને રાજકોટ ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યા છે. રાજકોટ ક્રાઇમબ્રાન્ચને બાતમી મળી હતી કે, નાગા બાવાનો ઢોંગ કરીને લોકોને લૂંટનાર ઈસમો રાજકોટ શહેરમાં જ છે.
જેને લઈને પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યાં હતા અને ચારેય ઇસમોને ઝડપી પાડયા હતા ત્યારે પકડાયેલા ચારેય ઈસમોએ પોલીસની પ્રાથમિક તપાસમાં કબૂલાત આપી છે કે, તેમને ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી આ પ્રકારે લોકોને લૂંટયા છે. જ્યારે રાજકોટના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં આ ગેંગ વિરૂદ્ધ ચાર ગુનોઓ નોંધાયેલા છે.