ETV Bharat / state

માનવભક્ષી શ્વાનઃ રાજકોટમાં 4 વર્ષની બાળકીને શ્વાનોએ ફાડી ખાતા ઘટના સ્થળે જ મોત - રાજકોટ ન્યૂઝ

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં એક ચાર વર્ષની બાળકીને શ્વાનોએ ફાડી ખાતા તેનું મોત નીપજ્યું છે. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. મૃતક બાળકીનો વાંક માત્ર એટલો જ હતો કે તે તેના ઘરની બહાર રમી રહી હતી. ત્યારે અચાનક 8 થી 10 જેટલાં શ્વાનોએ તેની ઉપર હુમલો કરી દીધો જેમાં બાળકીને ગંભીર ઈજાઓ થઈ અને તે ત્યાં જ મૃત્યું પામી.

રાજકોટમાં 4 વર્ષની બાળકીને શ્વાનોએ ફાડી ખાતા ઘટના સ્થળે જ મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 5, 2023, 7:20 AM IST

રાજકોટઃ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં એક ચાર વર્ષની બાળકીને શ્વાનોએ ફાડી ખાતા બાળકીનું બનાવ સ્થળે જ મોત થયું હતું. આ બાળકી ઘરની બહાર રમી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. અચાનક 8થી 10 જેટલા શ્વાનો બાળકી ઉપર હુમલો કર્યો હતો અને તેને બચકા ભર્યા હતા. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જોકે, બાળકીને હોસ્પિટલમાં લઇ જવાય તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. રાજકોટમાં 4 વર્ષની બાળકીને શ્વાનો દ્વારા ફાડી ખાવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

ભોગ બનનાર પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનોઃ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ભોગ બનનાર બાળકીનું નામ મોની કલિમભાઈ સૈયદ છે. જેની ઉમર અંદાજિત 4 વર્ષની છે. જ્યારે ભોગ બનનાર પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો છે. તેઓ અહીં મજૂરી માટે આવ્યો હતો. એવામાં પરિવારની 4 વર્ષની બાળકી સાથે આ પ્રકારની ઘટના સામે આવતા પરિવારમાં શોક પ્રસરી ગયો છે. મહત્વપૂર્ણ છે કે, આ વિસ્તારમાં છેલ્લાં ઘણા સમયથી રખડતા શ્વાનોનો આતંક પણ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. હાલ સમગ્ર આ મામલે ભક્તિનગર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરાઇ છે.

શ્વાન બન્યાં સમસ્યાનું કારણઃ આ સમગ્ર ઘટના મામલે સ્થાનિક એવા મહમદ સલીમ સેરસિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીંયા ખુલ્લો વોકળો આવેલો છે, જ્યાં સ્થાનિકો કચરો નાખે છે અને અહીં મોટા પ્રમાણમાં ગંદકી થાય છે. જેના કારણે વિસ્તારમાં શ્વાનોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે આજે અહી શ્વાનોએ બાળકીને ફાડી ખાવાની ઘટના બની છે. આ અગાઉ પણ અમારા વિસ્તારમાં બે ત્રણ બાળકોને શ્વાનો દ્વારા કરડી ખાવાની ઘટનાઓ બની છે. અમે આ મામલે વારંવાર કોર્પોરેશનને રજૂઆત કરી છતાં ઓન કોર્પોરેશન દ્વારા માટે અહીંથી કચરો લઈ જવામાં આવે છે ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જ્યાં સુધી અહીંયા વોકળો ખુલ્લો છે ત્યાં સુધી આવા બનાવો અહી બનતા રહેશે.

  1. રાજકોટમાં સર્વેશ્વર ચોક દુર્ઘટના મામલે મહાનગરપાલિકા દ્વારા સહાયની જાહેરાત
  2. ધોરાજીના યુવકે કરી ઈચ્છામૃત્યુની માંગ, જેટકો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ પરીક્ષામાં અન્યાય થયાનો દાવો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.