ETV Bharat / state

Rajkot Crime : સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ગુનામાં 83 વર્ષના વૃદ્ધને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા - 83 વર્ષના વૃદ્ધને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

રાજકોટના ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ 377 માં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ગુનામાં 82 વર્ષના વૃધ્ધને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી જેલમાં રાખવાની સજા ફટકારી છે. જાણો સમગ્ર વિગતો.

રાજકોટના ધોરાજીના મહેરબા
રાજકોટના ધોરાજીના મહેરબા
author img

By

Published : Apr 16, 2023, 7:44 PM IST

83 વર્ષના વૃદ્ધને કોર્ટે ફટકારી 20 વર્ષની સજા

રાજકોટ: ઉપલેટા શહે૨માં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાના ગુનામાં 82 વર્ષના વૃધ્ધને આજીવન કેદની સજા ફટકારી છે. ફરિયાદીએ એવી ફરિયાદ આપી હતી કે તેમના 12 વર્ષના પુત્ર અને તેમના મિત્રના પુત્રને આરોપી અકબર અહેમદ કાદરીએ પોતાના ઘરે બોલાવીને લેઝર લાઇટ આપવાની લાલચ આપીને વારાફરતી બંને બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.

આરોપીની કબૂલાત: આ બાબતમાં સમય સૂચકતા વાપરી અને એક ભોગ બનનાર બાળક દ્વારા આખા બનાવનો વીડિયો ઉતારી લીધેલો હતો. આ બનાવ બાદ 80 વર્ષના અકબર અહેમદ કાદરી સામે પોકસો એક્ટ તથા ભારતીય દંડ સંહિતાની કલમ 377 મુજબ ગુનો દાખલ થયેલો હતો. આ ગુનામાં તપાસ દરમિયાન અકબર અહેમદ કાદરીને ઉપલેટાના સરકારી ડોક્ટર એમ.એ. વાળા પાસે તપાસણી અર્થે લઈ જવામાં આવેલ ત્યાં અકબર અહમદ કાદરીએ ડોક્ટર રૂબરૂ પોતાની બાળકો સાથેના શરીર સંબંધની સૃષ્ટિ વિરુદ્ધના કૃતિની કબુલાત આપેલી હતી.

વીડિયોની ફોરેન્સિક તપાસ: આ આખા બનાવ બાદ ચાર્જશીટ થયેલું ચાર્જશીટ બાદ ભોગ બનનાર બાળકો વર્નરેબલ વીટનેસ હોય, પૂરતી કાળજીપૂર્વક તેમની જુબાની નોંધવામાં આવેલ અને બાળકોએ આંખો બનાવ નામદાર અદાલત સમક્ષ જણાવેલ તથા આરોપી અકબર અહેમદ કાદરીને ઓળખી બતાવેલા હતા. આ બનાવ બાદ સંયોગીક પુરાવાઓ નોંધવામાં આવેલા હતા. તપાસ કરનાર અધિકારી હેમેન્દ્ર માણસુર ધાંધલની જુબાનીમાં વીડિયો ક્લિપ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં પણ મોકલવામાં આવેલી અને તે ટેમ્પોર્ડ થયેલી નથી તેવા પુરાવા સરકારી વકીલ તરફથી રજૂ કરવામાં આવેલા હતા.

આ પણ વાંચો: Rajkot Crime : રાજકોટમાં મહિલાની ટુકડા કરાયેલ મૃતદેહ મળવાનો મામલો, ઓળખ અંગે હજુ પણ રહસ્ય અકબંધ

શું કહ્યું સરકારી વકીલે: સરકારી વકીલ તરફથી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો બાયોલોજી અને શિરોલોજી રિપોર્ટ ઉપર પણ ભાર દઈ જણાવેલું હતું કે ભોગ બનનાર બાળકના ટીશર્ટ ઉપર આરોપી અકબર અહેમદ કાદરીના બ્લડ ગ્રુપના વીર્યના ચિન્હો મળી આવેલ છે. આ તમામ સંજોગો ધ્યાને લેવામાં આવે અને આરોપી સાથે તેમની ઉંમરને જોઈને દયા રાખી શકાય નહીં તેમના કારસ્તાનને જોઈને તકસીરવાન ઠરાવવા જોઈએ અને આકરામાં આકરી સજા કરવી જોઈએ તેવી રજૂઆત ધોરાજીના એડિશનલ પબ્લિક પ્રોસિપ્યુટર કાર્તિકેય પારેખ દ્વારા કરેલી હતી.

આ પણ વાંચો: Andhra pradesh: કોલેજમાં ગર્ભપાતને કારણે યુવતીનું મોત, પોલીસ ફરિયાદ નોંધાઈ

20 વર્ષ સુધી જેલમાં રાખવાની સજા: આ કેસમાં સામા પક્ષ તરફથી પણ દલીલો કરવામાં આવેલી હતી અને ખાસ કરીને પોલીસના પંચનામાં પુરવાર થયેલા નથી. એ હકીકત નોંધનીય છે કે સામા પક્ષ તરફથી ડોક્ટરને રીકોલ કરવામાં આવેલ અને તેમની ફરીથી જુબાની બચાવવાનો પ્રયત્ન પણ કરેલો હતો. અને ભોગ બનનાર બાળકો સાથે બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું નથી તેવું રેકર્ડ ઉપર લાવવા માટે પ્રયત્ન કરેલો હતો. આ અંગે સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવેલી કે આરોપી પક્ષ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કબૂલ રાખે છે બાળકોની ઉંમર માત્ર 12 વર્ષ છે પછી તેમાં બળજબરી હોય કે સહમતી હોય તેનું કોઈ મૂલ્ય નથી. આ બંને પક્ષોની દલીલોને સાંભળી અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ રાહુલકુમાર મહેશચંદ શર્માએ આરોપી અકબર અહેમદ કાદરી હાલ ઉંમર વર્ષ 83 વાળાને 20 વર્ષ સુધી જેલમાં રાખવાની સજા ફરમાવેલી હતી તથા રૂપિયા 5000 +રૂપિયા 5000 દંડ ફટકારેલ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.