ETV Bharat / state

વડાપ્રધાન મોદીની અપીલને સમર્થન, રિબડામાં 7000 દીપ પ્રગટાવી ગુજરાત પોલીસનો લોગો બનાવાયો

SGVP ગુરૂકુલ, રીબડા ખાતે 7000 દીવડા પ્રગટાવી પોલીસ કર્મી તથા મેડિલક કર્મીઓને બિરદાવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ એપ્રીલના રોજ કરવામાં આવેલી લાઈટ બંધની અપીલના સમર્થનમાં દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.

author img

By

Published : Apr 6, 2020, 12:32 PM IST

SGVP
રીબડા SGVP ગુરૂકુલ ખાતે 7000 દીવા પ્રગટાવાયા

રાજકોટ: માધવપ્રિયદાસ તથા બાલકૃષ્ણદાસની પ્રેરણાથી SGVP ગુરૂકુલ, રીબડા ખાતે રવિવાર રાત્રે નવ કલાકે 7000 દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા હતા.

વડાપ્રધાન મોદીની અપીલને સમર્થન, રિબડામાં 7000 દીપ પ્રગટાવી ગુજરાત પોલીસનો લોગો બનાવાયો

સ્વામિનારાયણ ગુરૂકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય SGVP ગુરૂકુલ રીબડાના સંચાલક ધર્મવત્સલદાસના માર્ગદર્શન સાથે ગુરૂકુલના વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

રવિવાર રાત્રે નવ કલાકે ગુરૂકુલનું પ્રાંગણ 7000 દીવડાઓની ઝળહળી ઉઠ્યા હતા. જે દીવડાઓ દ્વારા પોલીસ લોગો બનાવવામાં આવ્યો હતો અને કોરોનાના કાળા કેરમાં પોતાના જીવને જોખમમાં મુકી રાત્-દિવસ લોકોની સુખાકારી માટે ખડેપગે સેવામાં જોડાયેલા પોલીસ કર્મીઓ તથા મેડિકલ કર્મીઓને અભિનંદન આપવામાં આવ્યા હતા.

આ કાર્યકર્મમાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણા, ડીવાયએસપી ઝાલા, ગોંડલ, અજયસિંહ જાડેજા ગોંડલ, ગોહીલ, શાપર પીએસઆઇ હરિયાણી, શાપર પીએસઆઇ પરમાર સંસ્થાના ટ્રસ્ટી પરશોત્તમભાઈ બોડા, આગેવાન અશ્વીન વધાસિયા હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.