રાજકોટ : ગોંડલ શહેર તેમજ તાલુકામાં કોરોનાા કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે પણ ગોંડલ શહેરમાં 7 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગોંડલ શહેરમાં નવી કોર્ટ બિલ્ડીંગ સામે આવેલા મહાવીરનગર, પુનિતનગરમાં 2 કેસ, ગોંડલ સબ જેલમાં એક તેમજ જયશ્રીનગર ગુંદાળા રોડ પર બે, ખાનગી હોસ્પિટલના મેડિકલ સંચાલકના ગઈકાલે પિતા પુત્રના પોઝિટિવ કેસ બાદ આજ રોજ તેમના માતાનો પણ પોઝિટિવ કેસ નોંધાયો હતો.
હેલ્થ ટિમ દ્વારા વિસ્તારની સર્વેની તેમજ એરિયાને સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કવોરોન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.
અત્યાર સુધી ગોંડલ શહેર તેમજ ગ્રામ્યમાં મળીને કુલ 85 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 39 દર્દીઓ કોરોનાને માત આપીને સાજા થઈ પોતાના ઘરે પરત ફર્યા હતા. હજુ પણ હાલ 42 એકટિવ કેસ છે. અત્યાર સુધી કોરોનાથી કુલ 4 દર્દીઓના મોત નીપજ્યા છે. ગોંડલ શહેર તેમજ ગ્રામ્યમાં દિવસેને દિવસે કેસોમાં વધારો થતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.