ગોંડલઃ નગરપાલિકા વોટર વર્કસ શાખાના ચેરમેન અનિલભાઈ માધડ દ્વારા છેલ્લા કેટલાક સમયથી ભૂતિયા નળ કનેકશન ધરાવતા લોકો સામે લાલ આંખ કરવામાં આવી હતી. પેલેસ રોડ પર આવેલા ચામુંડા સર્વિસ સ્ટેશનનું ભૂતિયું નળ કનેક્શન કાપવામાં આવ્યું હતું.
બાદમાં કૈલાશ બાગ સોસાયટીમાં શ્રીમંત પરિવાર દ્વારા 24 કલાક પાણી મળતું રહે તેવું ભૂતિયો કનેક્શન લેવાયુ હતુ, તેને પણ કટ કરી સરાહનીય કામગીરી કરી હતી, દરમિયાન ભોજરાજપરા પારેખ પેપર મીલમાં છેલ્લા દોઢ દાયકાથી નિર્માણ પામેલા અક્ષર વાટિકાના આશરે 50 જેટલા ફ્લેટ ધારકો દ્વારા ભૂતિયા નળ કનેક્શન લેવાયા હતા.
અનિલભાઈ માધડેએ જણાવ્યું હતું કે, શહેરીજનોને નિયમિત પાણી મળી રહે તે માટે પાલિકાના વોટર વર્કસ ડિપાર્ટમેન્ટ દ્વારા કમર કસવામાં આવી છે, એ ઉપરાંત ધારાસભ્ય ગીતાબા જાડેજા, પ્રમુખ અશોકભાઈ પીપળીયા અને પાલિકા તંત્ર દ્વારા નવી પાઈપ લાઈનના પણ આયોજનો હાથ ધરાયા હતા, ત્યારે ભૂતિયા નળ કનેકશન નેશનલ નાબૂદ થાય તે પણ જરૂરી હોય છે.
પાલિકા દ્વારા આકરા પગલાં લેવાની ફરજ પડી હતી. આગામી દિવસોમાં હજુ પણ ભૂતિયા નળ કનેકશન કટ કરવામાં આવશે અને શહેરમાં કોઇપણ જગ્યાએ ભૂતિયા નળ કનેક્શન જોડાણ હોય તો પાલિકાના વોટરવર્કસ વિભાગને જાણ કરવા અનુરોધ કરાયો હતો.