ETV Bharat / state

રાજકોટના માલવીયાનગર પોલીસના 5 કર્મીઓ કોરોના પોઝિટિવ, શહેરમાં કુલ કેસની સંખ્યા 12079 - Malviya Nagar Police

રાજકોટઃ શહેરમાં માલવીયાનગર પોલીસ મથકના 5 જેટલા પોલીસ કર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને પોલીસ કર્મીઓમાં પણ ભય ફેલાયો છે. રાજકોટમાં એક જ પોલીસ મથકમાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસ આવવાની ઘટના લગભગ પ્રથમ વખત બની છે.

રાજકોટના માલવીયાનગર પોલીસના 5 કર્મીઓ કોરોના પોઝિટિવ, શહેરમાં કુલ કેસની સંખ્યા 12079

author img

By

Published : Dec 13, 2020, 1:29 PM IST

  • રાજકોટના માલવીયાનગર પોલીસના 5 કર્મીઓ પોઝિટિવ
  • 811 જેટલા દર્દીઓ અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ
  • 10 હજાર કરતા વધુ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી

રાજકોટઃ શહેરમાં માલવીયાનગર પોલીસ મથકના પાંચ જેટલા પોલીસ કર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને પોલીસ કર્મીઓમાં પણ ભય ફેલાયો છે. રાજકોટમાં એક જ પોલીસ મથકમાં કોરોનાના પાંચ પોઝિટિવ કેસ આવવાની ઘટના લગભગ પ્રથમ વખત બની છે. જ્યારે રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસનો આંક 12079એ પહોંચ્યો છે.

5 પોલીસકર્મીઓ આવ્યા કોરોના પોઝિટિવ

માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં 5 પોલીસ જવાન પોઝિટિવ આવ્યા છે. માલવિયા નગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રોહિતભાઈ તેમજ જમાદાર દિગપાલસિંહ શનિવારના રોજ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યારે આ જ પોલીસ મથકમાં અગાઉ અન્ય 3 કર્મચારી પોઝિટિવ આવ્યા છે. જેને લઈને એક જ પોલીસ મથકના પાંચ કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યા છે.

શહેરમાં કોરોના પોઝિટિવનો આંક 12079એ પહોંચ્યો

રાજકોટ શહેરમાં દિવાળી બાદ કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો જોવા મળ્યો હતો, ત્યારે અત્યાર સુધીમાં માત્ર રાજકોટ શહેરમાં જ કોરોનાના 12 હજારથી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી હાલ 811 જેટલા દર્દીઓ અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં 10 હજાર કરતા વધુ દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.