રાજકોટઃ રાજકોટ જિલ્લામાં કોરોના વાઈરસનો કહેર વધી રહ્યો છે. રાજકોટના જસદણના શિવરાજપુર ગામે એક જ પરિવારના 5 સભ્યોના કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
જસદણના શિવરાજપુર ગામે એક જ પરિવારના 5 સભ્યોનો કોરોના પોઝિટિવ આવતા તાલુકા વહીવટી તંત્ર દોડતું થયું છે. આજે શનિવારે પોઝિટિવ આવેલા પાંચમાથી 3 પુરુષ અને 2 મહિલા હોવાનું જાણવા મળ્યું છે. આજના 5 સહિત રાજકોટ ગ્રામ્યમાં કોરોના પોઝિટિવ આંક 42 પર પહોંચ્યો છે.
જસદણનાં શિવરાજપુર ગામે આંબેડકર નગરમાં રહેતા એક જ પરિવારના 5 સભ્યોને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તમામ પોઝિટિવ કેસની ટ્રાવેલિંગ હિસ્ટ્રી અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી 2 દિવસ પહેલા જ શિવરાજપુર આવ્યા હતા.