રાજકોટ: જેતપુર શહેરના નવાગઢ વિસ્તારમાં ભાદર નદી કાંઠે દેશી દારૂની ભઠ્ઠીઓ ઘણા સમયથી ધમધમતી હતી. આ બાબતે આ ભઠ્ઠીઓ પર સ્ટેટ મોનિટીરીંગ સેલ દ્વારા થોડા સમય પૂર્વે એક રેડ કરવામાં આવી હતી. રેડમાં દેશી દારૂ તેમજ દારૂ બનાવવાના સાધનો કિંમત રૂપિયા 42 હજારનો મુદ્દામાલ મળી આવ્યો હતો. રેડ બાદ સ્થાનિક પોલીસની કામગીરી ઉપર અનેક સવાલોના સીખરો ઊભા થયા હતા. જે બાદ આ મામલે તપાસ સોંપવામાં આવી હતી અને તપાસ બાદ જેતપુર સિટી પોલીસના ત્રણ પોલીસ કર્મીઓને રાજકોટ જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરી નાખ્યા છે.
રક્ષક જ ભક્ષક?: સ્ટેટ મોનિટીરીંગ સેલની આ રેડ બાદ રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસ સોંપવામાં આવેલ હતી. જેમાં કેટલાક પોલીસ કર્મીઓની કોલ ડિટેઇલમાં બુટલેગર સાથેની કોલ ડિટેઇલ મળી આવી હતી. જેના અનુસંધાને રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા જેતપુર સીટી પોલીસના ડી-સ્ટાફના બે અને એક અન્ય પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં ઘનુભા જાડેજા, જગદીશ ઘૂઘલ અને નીલેશ મકવાણાને સસ્પેન્ડ કર્યા છે. આ પોલીસ કર્મીઓ દ્વારા બુટલેગર સાથે સાંઠગાંઠથી એકસાથે ત્રણ પોલીસ કર્મીનો ભોગ લેવાતા પોલીસ બેડામાં સન્નાટો છવાય છે. લોકોમાં પણ રક્ષક જ ભક્ષક અને ફૂટેલ હોય તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે.
આ પણ વાંચો પતિના મોત અંગે પૂછપરછ કરતાં મહિલાનું મોઢું કાળું કરી ચંપલનો હાર પહેરાવ્યો
ત્રણ પોલીસ કર્મીને કરાયા સસ્પેન્ડ: ઉલ્લેખનીય છે કે લોકો પોલીસ પર ભરોસો કરીને કાયદા પર ભરોસો રાખતા હોય છે પરંતુ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે લોકો પણ પોલીસ પર અને કાયદાના રક્ષક પર ભરોસો કરવાનું છોડી જ દે છે. આ બાબતે માત્ર નીચલા સ્તરે તપાસ કરવામાં આવી હોય અને ઉચ્ચ સ્તરના અધિકારી સ્તરે કોઈ તપાસ થતી થતી. તેઓ પર કોઈ પગલાં પણ લેવામાં આવતા નથી. આ મામલે હાલ તો ત્રણ પોલીસકર્મીઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો Surat Accident Case : સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર ગામના ગેટ સાથે ધડાકાભેર અથડાયુ, એકનું મૃત્યુ
ઉચ્ચ અધિકારીઓની સંડોવણી હોવાની ચર્ચા: જો ઉચ્ચસ્તરે તપાસ કરવામાં આવે તો જિલ્લા પોલીસની ટીમ આ કાંડમાં પણ શામેલ હોય શકે છે, તેઓની પણ સંડોવણી શંકાસ્પદ હોઈ શકે તેવી પણ લોકમુખે ચર્ચા છે. તંત્રએ સીટી પોલીસ કર્મીઓ પર એક્શન લઈને ક્યાંક મોટા માથાને બચાવવાનો પ્રયત્ન કરતા હોય તેમ લાગી રહ્યું છે.