સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ બાદ ડેન્ગ્યુએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે શહેરમાં ડેન્ગ્યુના 22 અને ગ્રામ્યમાં 12 કેસ નોંધાયા હતાં, ત્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેમના દ્વારા આખું વર્ષ દરમિયાન કરવામાં આવેલ કામગીરી અંગેના આંકડા જાહેર કરવામાં આવ્યા હતાં.
ગત વર્ષે 2018માં ડેન્ગ્યુના 178 કેસ સામે આવ્યા હતાં. જ્યારે ચાલુ વર્ષે 2019માં 245 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. આ સિવાય શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ અંગે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં 1100 જેટલા શંકાસ્પદ ડેન્ગ્યુના કેસ જોવા મળ્યા હતાં. આરોગ્ય વિભાગ દ્વારા વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ડેન્ગ્યુના કેસ મોટાભાગના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યા છે.