રાજકોટ: શહેરના ખીરસરા રોડ પર ભરડિયા પાસે રહેતા બાબુશા હુસૈનશા રફાઈના ઘરે છેલ્લા દસ દિવસથી ધારી ગુંદારી તાલુકાના પીરવડ ગામે સાસરે રહેલા બેનનો પુત્ર આર્યનશા અનવરશા શાહમદાર (ઉં.વ.-10) અને હિરાભાઈ નાવણ નામનો યુવાન પીરવડ ગામે જતો હોવાથી ભાણેજને તેની સાથે મોકલવા ઘરથી રોડ પર આવતા ખીરસરા તરફથી મુન્નાભાઈ કંડોરીયા નામના રીક્ષા ચાલકની છકડો રીક્ષા નીકળી જે જેતપુર જતી હોવાથી તેમાં ભાણેજને બેસાડ્યો હતો.
છકડો રીક્ષા ત્યાંથી નીકળીને હજુ 200 મીટર જેવી આગળ પહોંચી હશે. ત્યાં પાછળથી યમદૂત બનીને આવેલા એક ટ્રકે રિક્ષાને ઠોકર મારતા રીક્ષા પલટી મારી ગઈ હતી અને રીક્ષામાં બેસીને મામાના ઘરેથી પોતાના ઘરે જતો આર્યનનું માથું ફાટી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અન્ય લોકો રસ્તા પર ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હતા. જેથી ત્યાં હાજર કોઈએ 108 એમ્બ્યુલન્સને કોલ કરતા તરત જ એમ્બ્યુલન્સ આવી પહોંચતા તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલે લઈ જવાતા ત્યાં સારવાર દરમિયાન નેહલ ચતૃભાઈ ભટ્ટી ઉ.વ.9 નામની બાળકીનું મોત નીપજ્યું હતું. જ્યારે તેની માતા સુનીતાબેન અને ભાઈ વિવેકને ઇજા પહોંચી હોવાથી તેઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
જેતપુરના ખીરસરા રોડ પર ટ્રક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માતમાં 2ના મોત - accident between truck and rickshaw
જેતપુર શહેરના ખીરસરા રોડ પરથી સોમવારના રોજ શહેર તરફ આવતી એક છકડો રીક્ષાને પાછળથી એક ટ્રકે ઠોકર મારતા રીક્ષા પલટી ગઈ હતી. તેમાં બેસેલા એક બાળકી અને કિશોરનું મોત નીપજ્યું હતું. જ્યારે છકડો ચાલક સહિત ચાર લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
![જેતપુરના ખીરસરા રોડ પર ટ્રક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માતમાં 2ના મોત જેતપુરના ખીરસરા રોડ પર ટ્રક અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માતમાં 2ના મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:37:53:1597072073-gj-rjt-03-jetpur-accident-mot-photo-gj10022-10082020195758-1008f-1597069678-240.jpg?imwidth=3840)