રાજકોટ : ગોંડલ વીજ તંત્રના ટ્રાન્સમિશન સર્કલમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. ટ્રાન્સમિશન સર્કલમાં કામ કરતા 18 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. જે કારણે આખી સર્કલ કચેરી બંધ કરી સેનિટાઇઝ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
![Gondal power house](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-08-gondal-vijtantr-corona-photo-gj10022_03102020201951_0310f_1601736591_31.jpg)
ટ્રાન્સમિશન સર્કલમાં કુલ 25 કર્મચારી કામ કરી રહ્યા છે. તેમાંથી કોરોના ટેસ્ટ કરવામાં આવતા 18 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે કારણે સ્ટાફમાં ગભરાટ ફેલાયો હતો. આ 18 કોરોના સંક્રમિત કર્મચારીઓને હોમ આઇસોલેશન કરી દેવામાં આવ્યા છે.