પોરબંદરના વતની એવા જય સાજણભાઈ મોઢવાડીયા નામના યુવાનને માર્ગ અકસ્માતમાં મગજના ભાગે ગંભીર ઈજા થતા બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઈને પરિવારજનો દ્વારા પોતાના બાળક થકી અન્ય કોઈને નવું જીવન મળી શકે તે માટે તેના હદય સહિતના અંગોનું દાન કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો હતો.
વહેલી સવારે ગ્રીન કોરિડોર વચ્ચે આ યુવાનના હદયને માત્ર છ મિનિટના સમયમાં રાજકોટની બીટી સવાણી હોસ્પિટલથી મેડિકલ ટીમની વાનને રાજકોટ એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવી હતી અને ત્યારબાદ આ યુવાનના હદયને રાજકોટ એરપોર્ટથી અમદાવાદ ખાતે ચાર્ટડ પ્લેનમાં ખસેડવામાં આવ્યું હતુ.
આ દરમિયાન વચ્ચે કોઈ અડચણ ન ઉભી થાય તે માટે 60 પોલીસ જવાનોને પણ તૈનાત કરી દેવાયા હતા. કિશોરના હ્દયને સફળતા પૂર્વક અમદાવાદ ખસેડવામાં આવ્યું છે.